ઉત્તર કોરિયાના હેકર્સે શસ્ત્ર ખરીદવા 2 અબજ ડૉલરનાં બિટકોઈન ચોર્યાં! : રાષ્ટ્રસંઘ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 6 August 2019

ઉત્તર કોરિયાના હેકર્સે શસ્ત્ર ખરીદવા 2 અબજ ડૉલરનાં બિટકોઈન ચોર્યાં! : રાષ્ટ્રસંઘ


સંયુક્ત રાષ્ટ્રસંઘ, તા.6 ઓગસ્ટ, 2019, મંગળવાર

ઉત્તર કોરિયાનું સાવ નવું તોફાન જગત સમક્ષ  આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદના અહેવાલ પ્રમાણે ઉત્તર કોરિયાના હેકર્સની ટીમ બિટકોઈન ચોરીનું કામ કરી રહી છે. બિટકોઈની મોટી સંખ્યામાં ચોરી થઈ જાય પછી તેનો ઉપયોગ સામુહિક સંહારના શસ્ત્રો (વેપન્સ ઑફ માસ ડિસ્ટ્રીકશન)ની ખરીદી માટે થઈ શકે એવો ભય પણ સિક્યુરિટી કાઉન્સિલે રિપોર્ટમાં વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ કોરિયાએ આજે બે મિસાઈલનું પરિક્ષણ કર્યું હતુ. અત્યાર સુધીમાં ઉત્તર કોરિયાના હેકર્સોએ ચોરી દ્વારા અંદાજે 2 અબજ ડૉલર જેવી રકમ ભેગી કરી લીધી છે. આ હેકિંગનું કામ સરકારની દેખરેખ નીચે જ થાય છે.

ઉત્તર કોરિયાના અધિકારીઓએ પરિક્ષણના પ્રકાર અને ક્ષમતા વિશે વધુ માહિતી આપી ન હતી. પરંતુ આ પરિક્ષણ દેશની સુરક્ષા માટે જરરી પગલું હોવાનું જણાવ્યું હતુ. આ પરિક્ષમની સૌથી પહેલી વિપરિત અસર પડોશી દેશ દક્ષિણ કોરિયા પર થઈ હતી.

પરિક્ષણ પછી દક્ષિણ કોરિયાએ કહ્યુ હતુ કે આ પરિક્ષણથી એ સાબિત થાય છે કે ઉત્તર કોરિયા શાંતિની વાતો કરે છે, પરંતુ વર્તન યુદ્ધનું જોવા મળે છે. આ પરિક્ષણને કારણે અમેરિકા-ઉત્તર કોરિયાના સુધરી રહેલા સબંધો બગડે એવી પણ શક્યતા છે. 

છેલ્લા પખવાડિયામાં આ ઉત્તર કોરિયાનું ચોથું મિસાઈલ પરિક્ષણ છે. વધારે ચિંતાની વાત એ છે કે આ મિસાઈલ વધારે આધુનિક છે. એ આસાનીથી રેડારમાં પકડી શકાતા નથી.

માટે ઉત્તર કોરિયા વધારે ઘાતક દેશ બની રહ્યો છે, એવો ડર દક્ષિણ કોરિયાએ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ આધુનિક યુગના ચલણ ક્રિપ્ટોકરન્સી અને સાયબર નેટવર્ક પાછળ પણ ઉત્તર કોરિયાની સરકાર વધારે ફોકસ કરી રહી હોવાનું સામે આવ્યું છે, જે ચિંતાનો વિષય છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M5vxku

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages