
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.06 ઓગસ્ટ 2019, મંગળવાર
કોલ્હાપુરને સતત ધમરોળતા ગાંડાતૂર વરસાદને કારણે પંચગંગા નદીમાં મહાપુર આવતા ચારે તરફ પૂરના પાણી ફરી વળ્યા છે. નદીકાંઠે અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લગભગ ૧૦ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
કોલ્હાપુર વિસ્તારમાં પૂરને કારણે પુમે-બેંગ્લોર વચ્ચેનો વાહન-વ્યવહાર અટકી ગયો હતો. હજારો વાહનો હાઇવે પર અટવાઇ ગયા હતા.
મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રકાંતદાદા પાટીલે જણાવ્યુ હતું કે લોકો જરા પણ ગભરાય નહીં પ્રશાસન કોઇ પણ કટોકટીભરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. આપાત્કાલીન સ્થિતિને માટે તમામ એજન્સીઓ ખડેપગે રાખવામાં આવી છે.
ભારે વરસાદને કારણે કોલ્હાપુરના નાના મોટા ૧૦૭ ડેમ ભરાઇ ગયા છે. કરાડમાં કૃષ્ણા અને કોયના નદી બે કાંઠે વહેવા માંડી છે.
સાંગલીમાં કૃષ્ણા અને વારણા નદીમાં પૂરને લીધે શહેરમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઇ છે. ઘરોની અંદર પાણી ભરાઇ ગયા છે.
કોકણમાં રત્નાગિરીની અર્જુન નદીમાં પૂર આવ્યું છે. રત્નાગિરી અને ચિપલૂણ બંને શહેરો જળમય બની ગયા છે. આને કારણે કોકણ રેલસેવાને પણ માઠી અસર થઇ છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TaUXxS
No comments:
Post a Comment