
કલોલ, તા. 03 જુલાઈ 2019, બુધવાર
કલોલના બોરિસણામાં રહેતો યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને સારવાર માટે ખસેડાયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં આ મામલે હોબાળો મચી ગયો છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે એક બાઇક સવાર મિત્ર પોતાના ઘરેથી પોતાના પુત્રને બેસાડીને લઇ ગયો હતો અને ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. કલોલના સી.એચ.સી.માં સારવાર હેઠળ હતો ત્યારે પણ સ્વજનોને જાણ કરાઇ નહોતી. ત્યારે હાલત મૃતદેહ ગાંધીનગરની સિવિલમાં છે. ત્યારે સ્વજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી હોબાળો મચાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બોરિસણામાં આવેલા વાલેરા વાસમાં રહેતા સુનીલકુમાર નટવરભાઇ વાલેરા ગત સોમવારની સવારે પોતાના ઘરે હાજર હતો તે વખતે તેનો મિત્ર બાઇક લઇને આવ્યો હતો અને બાઇક પર બેસાડીને લઇ ગયો હતો. ત્યારે ઘણા સમય બાદ તે ઇજાગ્રસ્ત હાલતમાં પ્રતાપપુરા પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો અને બાઇક પણ ત્યાંથી મળી આવ્યું હતું.
૧૦૮ મારફતે સુનીલને સારવાર માટે કલોલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. ત્યારે મંગળવારે તે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાંથી મળી આવતા પોલીસને આ ઘટનાની જાણ કરાઇ હતી અને ત્યારબાદ ફરીથી કલોલના સીએચસીમાં ખસેડાયો હતો.
ત્યારબાદ બપોરે તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે યુવકનું મોત નિપજતા સ્વજનોએ ગંભીર આક્ષેપો સાથે હોબાળો મચાવી મૂક્યો હતો. સુનીલની હત્યા થઇ હોવાના આક્ષેપ સાથે પરિવારનજોએ ગાંધીનગરની સિવિલમાં હલ્લાબોલ મચાવ્ય હતો જ્યાં સુધી આરોપીઓ સામે ફરિયાદ નહીં દાખલ કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારાય તેવી ચીમકી પણ મૃતકના પરિવારજનોએ ઉચ્ચારી હતી. આ ઘટના બાદ તંત્ર પણ દોડતું થઇ ગયું છે.
મૃતદેહનું પેનલ તબીબોની ટીમ દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું અને મૃતકના પરિવારજનોને આ અંગે ઊંડી તપાસ કરવાની પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવતા મામલો શાંત પડયો હતો. પોલીસે આ ઘટના અંગે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પી.એમ. રિપોર્ટ બાદ યુવકના મોતનું રહસ્ય છતું થશે એમ પોલીસ જણાવી રહી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30ctaPX
No comments:
Post a Comment