
ગાંધીનગર, તા. 05 જુલાઈ 2019, શુક્રવાર
ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૩ની પેટા ચૂંટણીમાં ભાજપે આખરે ઉમેદવારની પસંદગી કરી લીધી છે અને પ્રદેશ યુવા મોરચાના પ્રણવ પટેલને મેદાને ઉતાર્યા છે. હવે આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે. આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપના ઉમેદવાર દ્વારા પણ ફોર્મ ભરી દેવામાં આવશે.
ગાંધીનગર કોર્પોરેશનમાં હંમેશા ટોક ઓફ ધી ટાઉન રહેલા અને રાજકીય દ્રષ્ટીએ મહત્વના રહેલા વોર્ડ નં.૩માં પૂર્વ મેયરની ખાલી પડેલી બેઠક માટે તા.ર૧ જુલાઈના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાવાની છે. જે અંતર્ગત હાલ ઉમેદવારીપત્રો ભરાવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ગઈકાલે કોંગ્રેસના ઉમેદવારી મિતુલ જોષીએ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે આજે ભાજપ દ્વારા પણ સત્તાવાર રીતે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ યુવા મોરચાના પ્રણવ દીલીપકુમાર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપના ઉમેદવાર દ્વારા પણ ફોર્મ ભરવામાં આવશે. હજુ સુધી અન્ય અપક્ષ કે પક્ષોએ ફોર્મ નહીં ભર્યું હોવાથી આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે તેવું લાગી રહયું છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XvcFBJ
No comments:
Post a Comment