સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા અને ક્રિકેટર કેએલ રાહુલ ડેટ કરી રહ્યા છે ? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 28 June 2019

સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા અને ક્રિકેટર કેએલ રાહુલ ડેટ કરી રહ્યા છે ?


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 28 જૂન 2019, શુક્રવાર

કેટર કેએલ રાહુલ વર્લર્ડ કપમાં લોકોના દિલ જીતી રહ્યો છે. જોકે રાહુલ ક્રિકેટ સિવાય પણ લોકોનો ચર્ચાનો વિષય બન્યો છે. સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા સાથે તે ડેટ કરી રહ્યો હોવાની ગુસપુસ બોલીવૂડ તેમજ ક્રિકેટ જગતમાં ચાલી રહી છે. 

આથિયા અને રાહુલ વારંવાર મળી રહ્યા છે. બન્નેે આ વરસની ફેબુ્રઆરીથી એકબીજાને ડેટિંગ કરી રહ્યા છે. બન્નેએ આ સંબંધને ગંભીરતાથી લઇ રહ્યા છે, તેમ એક એન્ટરટેઇનમેન્ટ પોર્ટલે જણાવ્યું હતું. 

જોકે આ પહેલા રાહુલનું નામ નિધી અગ્રવાલ. આકાંક્ષા રંજન કપૂર અને સોનલ ચૌહાણ સાથે જોડાઇ ચુક્યું છે. પરંતુ રિપોર્ટના અનુસાર રાહુલ આથિયા સાથેના સંબંધોમાં ંગભીર લાગી રહ્યો છે. આંકાક્ષા અને આથિયા સારી મિત્રો છે. તેથી પહેલા એવી ચર્ચા હતી કે આંકાક્ષા વર્લ્ડ કપ જોવા માટે લંડન ગઇ છે. પરંતુ હવે એવી વાત આવી છે કે, રાહુલ આંકાક્ષાને નહીં પણ આથિયાને ડેટ કરી રહ્યો છે. 

નિધી અગ્રવાલે જણાવ્યું હતું કે, રાહુલ ક્રિકેટ નહોતો રમતો ત્યારથી અમે એકબીજાને ઓળખીએ છીએ. અમે તો ટીનએજ મિત્રો છીએ. અમે ઘણી વખત સાથે લંચ-ડિનર માટે ગયા છીએ. તે ક્રિકેટર નહોતો અને હું એકટ્રેસ નહોતી ત્યારથી અમારી વચ્ચે પરિચય છે. જોકે અમે બેંગલોરમા ંએક કોલેજમાં નહોતા. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2X6IADj

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages