ફિંગર પ્રિન્ટ મેચ ન થતી હોવાથી આરબીઆઇએ નોકરી નકારી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 29 June 2019

ફિંગર પ્રિન્ટ મેચ ન થતી હોવાથી આરબીઆઇએ નોકરી નકારી


મુંબઇ, તા. 29 જૂન 2019, શનિવાર

પુણેના રહેવાસી અને બીઇ (કોમ્પ્યુટર)નો અભ્યાસ કરનાર એક યુવાને તમામ પરીક્ષાઓ પાસ કરી હોવા છતા તેના ફિંગર પ્રિન્ટ મેચ ન થતા હોવાથી આરબીઆઇએ તેની આસિસ્ટંટની નોકરી નકારી હતી. પરિણામે આ યુવાને બોમ્બે હાઇકોર્ટમાં ધા નાંખી દાદ ચાહી છે.

યુવકનો આરોપ છે કે તેણે નોકરી માટે જરૂરી લેખિત અને ઇંગ્લિશ પ્રોફિસિયન્સી ટેસ્ટ પાસ કરી હતી. જોકે તેની બાયોમેટ્રિક ટેસ્ટમાં તેના ફિંગર પ્રિન્ટ મેચ ન થતા તેની નોકરી નકારવામાં આવી હતી. યુવાને એવો આરોપ કર્યો હતો કે તે એક પ્રકારની મેડિકલ કંડીશન કે જેને હાઇપર હાઇડ્રોસિસ કહેવાય છે તેનાથી પિડાય છે. જેમાં ઘણીવાર ફિંગર પ્રિન્ટ મેચ થતા નથી. હવે હાઇ કોર્ટે આરબીઆઇને ૧૦ જુલાઇના થનારી આગામી સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે.

પોતાના અસીલ વતી દલીલ કરતા વકિલ આશિષ ગિરીએ જસ્ટીસ અકિલ કુરેશી અને જસ્ટીસ એસજે કાથાવાલાની ખંડપીઠ સમક્ષ જણાવ્યું હતું કે તેના અસીલે ઓનલાઇન પ્રારંભિક પરીક્ષા પાસ કરતા તેને લેખિત પરીક્ષા અને પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યો હતો. લેખિત પરીક્ષા પહેલા આરબીઆઇના પરિક્ષકે તેના અંગુઠાની નિશાની લીધી હતી અને તેને પરીક્ષા આપવાની પરવાનગી આપી હતી.

જો કે પરિક્ષા બાદ બીજી વખત જ્યારે તેના અંગુઠાની છાપ લેવામાં આવી ત્યારે તે મેચ થઇ નહોતી. જો કે ઘણા પ્રયાસ બાદ ફિંગર પ્રિન્ટ ફક્ત ૯૭ ટકા સુધી જ મેચ થઇ શકી હતી. આ ઘટના બાદ તેમના અસીલે મેડિકલ સર્ટિફિકેટ સાથેનો એક પત્ર સુપ્રત કર્યો હતો જેમાં ફિંગર પ્રિન્ટ મેચ ન થવાનું કારણ હાઇપરહાઇડ્રોસિસ હોવાનું જણાવાયું હતું. આવી સિૃથતિમાં વ્યક્તિની ફિંગર પ્રિન્ટમાં નાનો-મોટા ફરક પડતો હોય છે તેથી આવી ચકાસણીની પદ્ધતિને શરતી બનાવવી જોઇએ તેવી માગણી કરી છે.

આરબીઆઇના એચઆરડી વિભાગે વળતો પત્ર લખી જવાબ આપ્યો હતો કે યુવકના ફિંગર પ્રિન્ટ મેચ ન થતા હોવાથી તેઓ આસીસ્ટન્ટની પોસ્ટ માટે ફીટ નથી. જો કે હવે ગિરીએ કોર્ટનું શરણું લેતા હાઇકોર્ટે આરબીઆઇને નોટિસ જારી કરી આગામી તારીખે તેમના પ્રતિનિિધને હાજર રહેવા જણાવ્યું છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZVxrqT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages