
અમદાવાદ, 30 જૂન 2019, રવિવાર
વર્તમાન સમયમાં યુવાધન માટે ડ્રગ્સ તેમજ દારુનું વ્યસન સૌથી મોટી સમસ્યા બની ચુક્યું છે. ડ્રગ્સના વ્યસનથી યુવાનો દૂર રહે તે માટે સંયુક્ત રાષ્ટ્ર 1987થી દર વર્ષે એંટી ડ્રગ ડે ઉજવે છે. પરંતુ તેમ છતા દર વર્ષે ડ્રગ્સ લેતા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાય છે. આ નશો એવો છે કે વ્યક્તિ તેનો ગુલામ બની જાય છે. આ નશાની લતથી એક વ્યક્તિ નહીં પરંતુ તેનો પરીવાર પણ બરબાદ થઈ જાય છે. જો તમારી આસપાસ પણ એવી કોઈ વ્યક્તિ હોય જે આ નશાની આદિ હોય અને તેને આ લતમાંથી મુક્ત કરવી હોય તો આ 5 ટીપ્સ તમને મદદરૂપ સાબિત થશે.
1. નશો છોડવા માટે સૌથી પહેલા મન પર કાબૂ હોય તે જરૂરી છે. વ્યક્તિ પોતે ધારી લે કે આ લત છોડવી છે તો કંઈ જ મુશ્કેલ નથી. એટલે સૌથી પહેલા વ્યક્તિએ મક્કમ નિર્ધાર કરવો જરૂરી છે.
2. નશો કરતી વ્યક્તિએ લોકો સાથે હળવા મળવાનું શરુ કરવું જોઈએ. એકલા રહેવાથી નશાની યાદ આવી શકે છે. આ સાથે જ સવારના સમયે મેડિટેશન અથવા વર્કઆઉટ પણ શરૂ કરી શકાય છે.
3. નશાથી મુક્ત થવા માટે નિષ્ણાંત ડોક્ટરની મદદ લેવી. નિષ્ણાંતના ગાઈડંસથી નશામાંથી ઝડપથી મુક્ત થઈ શકાય છે.
4. નશાના વિકલ્પ શોધી તેની મદદથી વ્યસનમાંથી મુક્ત થાઓ. વિકલ્પ એટલે કે જ્યારે પણ તલબ જાગે ત્યારે વરીયાળી, ચ્વિંગમ જેવી વસ્તુઓ ખાવી જેથી મન શાંત થાય.
5. આ કામમાં હોમિયોપેથી મદદરૂપ સાબિત થઈ શકે છે. આ દવાઓની આડઅસર થતી નથી પરંતુ ડ્રગ્સનો નશો છોડવામાં તે મદદરૂપ થાય છે.
6. જો વ્યસન દારુ, સિગરેટ કે ગુટખાનું હોય તો સૌથી પહેલા તેનું પ્રમાણ ઘટાડો અને પછી તેને લેવાનું બંધ કરી દો.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XgVQWk
No comments:
Post a Comment