પાટણ, પાલનપુર, તા. 27 જૂન 2019, ગુરૂવાર
પાટણ શહેરમાં દૂધ મંડળીમાં થયેલ ૧.૫૩ લાખની ચોરીમાં ઘરનો ભેદી હોવાની આશંકા થતા પોલીસે ફરિયાદની ઉલટ તપાસ હાથ ધરતા ફરિયાદી જ સમગ્ર ચોરીની ઘટનાનો પ્લાન ઘડયો હોવાનો ઘટસ્ફોટ તથા પોલીસે કાવતરાખોર આરોપી કેશિયર સહિત ચોરી કરનાર ત્રણ ઈસમોની ધરપકડ કરી સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.
પાટણ શહેરના ખોખરવાડા વિસ્તારમાં આવેલ નાગરલીમડી દૂધ મંડળીમાં સોમવારના રાત્રીના સમયે કેશિયર દ્વારા ૧.૫૩ લાખ ડેરીના કબાટમાં મુકી ઘરે ગયા બાદ રાત્રી દરમ્યાન ડેરીના પાછળના ભાગે આવેલ ખડકી થોડી કોઈ ઈસમ પૈસા ભરેલ થેલાની ચોરી કરી ગયો હતો. વહેલી સવારે કેશિયર બાલસંગ ઉર્ફે બાબો વીરભાણજી ઠાકોર ડેરી ખોલતા ચોરી તયા હોવાની પોલીસ અને મંત્રીને જાણ કરતા પોલીસ ગટનાસ્થળે આવી કેશિયરની ફરિયાદ આધારિત તપાસ હાથ ધરી હતી ત્યારે ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની આશંકાને લઈ પોલીસે ફરિયાદીની જ ઉલટ તપાસ હાથ ધરતા ફરિયાદી ભાંગી પડયો હતો અને ચોરીનો પ્લાન બનાવી તેના ત્રણ મિત્રો પાસે ચોરી કરાઈ હોવાનું કબુલાત કરતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલી ગુનામાં સામેલ ચારેય ઈસમોની ધરપકડ કરી ચોરીની રકમ પૈકી ૧૦૧૪૪૦ રૃપિયા રીકવર કર્યા હતા.
આરોપીઓના નામ
બાલસંગજી વીરભણજી ઠાકોર, રહે. ખલીપુર, મુખ્ય આરોપી- (ડેરીનો ટેસ્ટર-કેશિયર)
રાવળ વિજય રમેશભાઈ, રહે. સૂર્યનગર, પાટણ
ઠાકોર અલ્પેશજી દશરથજી, રહે. સાવલીવાડો, પાટણ
રાવળ જયેશ કેવળભાઈ, રહે. સાલવીવાડો, પાટણ
પોલીસે ઉલટ તપાસ કરતા કેશિયરે ગુનો કબૂલ્યો
ડેરીનો ટેસ્ટર અને કેશિયર બાલસંગજી જુગાર રમતો હોય જુગારમાં પૈસા હારી જતા દેવું થઈ જવા પામ્યું હતુ અને દેવું ભરવા માટે તેના સાગરીત ત્રણેય મિત્રો સાથે મળી ડેરીમાં પડેલ પૈસા ચોરી કરવાનું કાવતરું બનાવ્યું હતું અને ત્રણેય મિત્રો પાસે ચોરી કરાવી અને સવારે ચોરી થઈ હોવાની પોલીસને જાણ કરી હતી. જેથી તેના પર શંકા ના જાય પરંતુ પોલીસે ઉલટ તપાસ કરતા સમગ્ર ચોરીની ઘટનાનો પર્દાફાશ તયો હતો.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XyUaLL
No comments:
Post a Comment