અમદાવાદ, તા.23 મે 2019, ગુરૃવાર
અમદાવાદ રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ પર મુસાફરોની સુરક્ષા માટે, ચેકિંગની કામગીરી તેમજ પ્લેટફોર્મના એક છેડેથી બીજા છેડે સરળતાથી અને ઝડપી પહોંચી શકાય તે માટે બેટરી સંચાલીત ટુ વ્હિલરનો ઉપયોગ કરવાનું આજે તા.૨૩ મે ને ગુરૂવારથી શરૂ કરાયું છે. પ્લેટફોર્મની સુરક્ષા સંભાળતા આરપીએફને આજે આ પ્રકારના કુલ ૬ ટુ વ્હિલરો આપવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં મુંબઇ બાદ અમદાવાદ રેલવે સ્ટેશન એવું બન્યું છેકે જ્યાં પ્લેટફોર્મ પર આ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવી હોય.
પશ્ચિમ રેલવેમાં અમદાવાદ રેલવે સ્ટેશન એ પ્લસ કેટેગરીમાં આવે છે. જ્યાં રોજની ૧૦૦થી પણ વધુ ટ્રેનોની અવર-જવર વચ્ચે રોજના બે લાખ જેટલા મુસાફરો પ્લેટફોર્મ પર આવતા-જતા હોય છે. મુસાફરોની અતિભીડ વચ્ચે સુરક્ષાલક્ષી કામગીરીમાં ઘણી સમસ્યાઓ નડી રહી છે. ૧૨ પ્લેટફોર્મ પર સતત વોચ રાખવી અને પેટ્રોલિંગ કરવાનું કામ અઘરૂ થઇ પડયું છે. આકસ્મિત સંજોગમાં તાત્કાલીક સ્થળ પર પહોંચવું પણ પોલીસ જવાનો માટે શક્ય હોતું નથી.
આ અંગે અમદાવાદ વિભાગના ડીઆરએમ દીપક કુમાર ઝા ના જણાવ્યા મુજબ પ્લેટફોર્મ પર સુરક્ષા વધુ સધન બનાવવા માટે, પેટ્રોલીંગ ઝડપી અને સરળ બનાવવા માટે આજે બેટરી સંચાલીત કુલ ૬ ટુ વ્હિલર આરપીએફને ફાળવવામાં આવ્યા છે. જેના થકી ક્રાઉડ મેનેજમેન્ટની સાથે કોઇપણ પરિસ્થિતિમાં તાત્કાલિક સ્થળ પર પહોંચીને આરપીએફના જવાનો મામલો સંભાળી શકશે.
સમગ્ર દેશમાં બીજા નંબરનું અને ગુજરાતમાં અમદાવાદ રેલવે સ્ટેશન પ્રથમ એવું બન્યું છેકે જ્યાં પ્લેટફોર્મ પર ટુ વ્હિલરની સુવિધા ઉભી કરીને સુરક્ષા, સલામતીની કામગીરી સંભાળી શકાય. આગામી સમયમાં તમામ ૧૨ પ્લેટફોર્મ પર આ પ્રકારના સાધનોની સુવિધા ઉભી કરાશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M2pwWC
No comments:
Post a Comment