
નવી દિલ્હી, તા. 25 મે 2019, શનિવાર
લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજીનામુ ધર્યું છે. કોલકત્તામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે રાજીનામું આપવાની રજુઆત કરી છે.
પ્રેસ કોન્ફરન્સમાં પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્રીય દળોએ અમારી વિરુદ્ધ કામ કર્યું. કટોકટી જેવી સ્થિતી બનાવી દેવામાં આવી. હિંદૂ-મુસ્લિમનું વિભાજન કરવામાં આવ્યું અને મતોનું વિભાજન કરવામાં આવ્યું. અમે ચૂંટણીપંચને ફરિયાદ કરી પરંતુ કંઇ થયું નહી. મેં બેઠકની શરૂઆતમાં જ કહી દીધું હતું કે, હું મુખ્યમંત્રી તરીકે રહેવા નથી માંગતી.
નોંધનીય છે કે, આ લોકસભાની ચૂંટણીમાં TMCને 22 સીટો મળી જ્યારે ગત લોકસભાની ચૂંટણીમાં TMCને 34 સીટો મળી હતી. જ્યારે આ ચૂંટણીમાં ભાજપે સારું પ્રદર્શન કરતા પ.બંગાળમાં 18 સીટો મેળવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30G4lgk
No comments:
Post a Comment