ખેડા જિલ્લામાં બે લૂંટના ગુનાને અંજામ આપનાર ત્રણ યુવકો ઝડપાઇ ગયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

ખેડા જિલ્લામાં બે લૂંટના ગુનાને અંજામ આપનાર ત્રણ યુવકો ઝડપાઇ ગયા


- અલીન્દ્રા ગામ પાસે ફાયનાન્સના કર્મીને લૂંટી લીધો હતો:મોબાઈલ ડેટાના આધારે ભેદ ઉકેલાયો

નડિયાદ,તા. 26 મે 2019, રવિવાર

ખેડા હાઇવે નજીક થોડા સમય પહેલા ફાયનાન્સના પૈસા લઇ જતો વ્યક્તિને અજાણ્યા ઇસમોએ લુંટી ફરાર થઇ ગયા હતા.આ ઘટના બાદ ખેડા પોલીસ દ્વારા વિવિધ ટુકડીઓ બનાવી તે બનાવ અંતર્ગત સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.લુંટ કરી ફરાર થઇ ગયેલા ત્રણ યુવકોને ખેડા પોલીસે ઝડપી પાડયા છે.

સ્મોલ ફાયનાન્સમાં કામ કરતા મુરલીધર શર્મા તા.૧૪-૨-૧૯ના રોજ અલગ અલગ ગામેથી પૈસાનુ કલેકશન કરતો હતો.આ સમયે ખેડાના અલીંન્દ્રા ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે અજાણ્યા ઇસમો બાઇક પર આવી પૈસા ભરેલી બેગ લુંટી ફરાર થઇ ગયા હતા.આ બાદ ખેડા પોલીસ ટીમ દ્વારા વિવિધ ટુકડીઓ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.


જ્યારે આવોજ એક બનાવ તા.૩-૫-૨૦૧૯ના રોજ લુંટનો બન્યો હતો.અને તેમાં પૈસા ભરેલી બેગ તફડાવીને અજાણ્યા ઇસમો ફરાર થઇ ગયા હતા.જે બન્ને લુંટ એક જ મોડસ ઓપરેન્ટીંગ સીસ્ટમ પ્રમાણે થયા હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ.જેના આધારે પોલીસ ટીમ દ્વારા વિવિધ રૃટના ડેટા મંગાવવામાં આવ્યા હતા.અને તેના આધારે એનાલીસીસ કરવામાં આવ્યુ હતુ.

તેમજ ખાનગી રાહે તાલુકાના વિવિધ ગામડાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.તેમજ મોબાઇલના ડેટા મંગાવી એનાલીસીસ કરતા આ ગુનાના આરોપીઓ ફરી ખેડા પાસેના નવા ગામ પાસે લુંટ કરવા આવવાના હોય તેવી બાતમી પોલીસ ટીમને મળી હતી.જે અનુસંધાને પોલીસ ટીમે વોચ ગોઠવી હતી.અને બાતમી આધારિત ઇસમો પસાર થતા તેને ઉભા રાખી તપાસ કરવામાં આવી હતી.

તપાસ કરતા ઝડપાયેલા ઇસમો હર્ષદ ઉર્ફે પાંન્ચુ બુધાભાઇ પરમાર રહે,ડામરી ખેડા,ચીરાગ ઉર્ફે ભાટી હરેશભાઇ બેલદાર રહે,ગામ વસઇ ટીમ્બા બેલદાર ફળીયુ,કીલરાજ ઉર્ફે રાજા રમેશભાઇ સોલંકી રહે,બારેજા સેવા સહકારી મંડળી પાસે ટીમ્બાને ઝડપી પાડયા હતા.પોલીસ ટીમ દ્વારા તપાસ કરતા આ ઇસમોએ બન્ને ગુનાઓ કબુલ કર્યો હતા.અને પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ.આ ત્રણેય ઇસમો મોજશોખ માટે ચોરી તેમજ લુંટનુ કામ કરતા હતા.હાલ પોલીસે ઉપરોક્ત ત્રણેય ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MbGrpW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages