જાણો... કયા ઉમેદવારે પરિણામ પહેલા જ મીઠાઈ બનાવવાનો આપી દીધો ઓર્ડર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 22 May 2019

જાણો... કયા ઉમેદવારે પરિણામ પહેલા જ મીઠાઈ બનાવવાનો આપી દીધો ઓર્ડર

મુંબઈ, તા. 21 મે 2019 મંગળવાર

લોકસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ આવી ચૂક્યા છે અને પરિણામ આવવામાં પણ બે દિવસનો સમય છે પરંતુ ભાજપમાં સર્વે બાદથી જ જોરદાર ઉત્સાહ છે. એક્ઝિટ પોલમાં ઓછી કે વધારે બેઠકો સાથે ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધનની સરકારનું અનુમાન જણાવાઈ રહ્યુ છે. જેના કારણે ભાજપનો જોશ હાઈ છે.

સ્થિતિ એ જ છે કે મુંબઈમાં તો મિઠાઈના ઑર્ડર આપી દેવાયા છે. મુંબઈના બોરિવલીમાં આવેલી એક દુકાનમાં વડાપ્રધાન મોદીનો માસ્ક પહેરીને લાડવા બનાવવાની તસવીર સામે આવી છે.

મિઠાઈની દુકાનના માલિકે જણાવ્યુ કે અમને ભાજપ ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટી પાસેથી 1500થી 2000 કિલો સુધી મીઠાઈ બનાવવાનો ઑર્ડર મળ્યો છે. મીઠાઈ બનાવનારા કારીગર પણ ઘણા ઉત્સાહમાં છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VB2nKA

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages