અનિલ કપૂર ડેની બોયલને લંડનમાં મળ્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

અનિલ કપૂર ડેની બોયલને લંડનમાં મળ્યો

લંડન / મુંબઇ તા.27 મે 2019 સોમવાર

૭ બોલિવૂડના સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક અનિલ કપૂરે તાજેતરમાં લંડનમાં વસતા ફિલ્મ સર્જક ડેની બોયલની મુલાકાત લીધી હતી.

એકાદ દાયકા અગાઉ અનિલે ડેની બોયલની સ્લમડૉગ મિલિયોનેર ફિલ્મમાં મુખ્ય રોલ કર્યો હતો. ત્યારથી બંને વચ્ચે સારી આત્મીયતા છે. આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ પણ સાંપડયો હતો. અનિલે ડેની સાથે વિવિધ વિષયોની ચર્ચાવિચારણા કરી હતી. 

અનિલે ડેની બોયલ સાથે એક ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર શૅંર કર્ય ોહતો અને લખ્યું હતું કે લંડનમાં મેં ફિલ્મ સર્જક દોસ્ત ડેની બોયલની મુલાકાત લીધી હતી અને અમે સ્લમડૉગ મિલિયોનેર ફિલ્મનાં સંભારણાં મમળાવ્યા હતા. અન્ય કેટલાક વિષયોની પણ ચર્ચા કરી હતી.

આ વર્ષના જાન્યુઆરી માસમાં સ્લમડૉગ મિલિયોનેર ફિલ્મને એક દાયકો પૂરો થયો હતો.ઔઅનિલે વધુમાં લખ્યંુ કે અમે સંભારણાં તાજાં કરતા હતા ત્યારે એમ લાગતું હતું કે જાણે ગઇ કાલે સ્લમડૉગ મિલિયોનેર પૂરી કરી હતી.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30K5bsv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages