
નવી દિલ્હી, 26 મે 2019, રવિવાર
તમે અનેક લોકોના હાથમાં, ગળામાં કે પગમાં કાળો દોરો બાંધેલો જોયો હશે. નાના બાળકને તો ખાસ આ દોરો બાંધવામાં આવે છે. આ દોરો ખરાબ નજરથી રક્ષણ કરે છે તેવી માન્યતા સાથે તેને બાંધવામાં આવે છે. પરંતુ આ દોરો બાંધવાથી માત્ર નજરદોષ દૂર થાય છે તેવું નથી. આ દોરો ધનને આકર્ષિત પણ કરે છે. જી હાં કાળા દોરાનો નાનકડો પ્રયોગ કરવાથી જીવનમાં આવેલી ધનની સમસ્યા દૂર થાય છે અને જીવન સુખમયી બની શકે છે.
કાળો દોરો તમને ધનવાન બનાવી શકે છે. પરંતુ તેનો પ્રયોગ શનિવાર અથવા મંગળવારે જ કરવો જોઈએ. જે વ્યક્તિના જીવનમાં ધનની ખામી હોય તેણે મંગળવાર અથવા શનિવારએ એક હાથ લાંબો કાળો દોરો લઈ હનુમાન મંદિરમાં જવું. આ દોરા પર ભગવાનના જમણા પગના અંગૂઠામાંથી સિંદૂર લઈ લગાડવું અને આ દોરાને ધન રાખતા હોય તે સ્થાન પર બાંધી દેવો. તેનાથી ધનની આવકમાં ઉદ્ભવતી બાધા દૂર થઈ જશે અને તમને ધનલાભ થવા લાગશે. આ પ્રયોગ કરતી વખતે કોઈ સાથે વાતચીત કરવી નહીં.
કાળો દોરો બાંધવાથી શરીરના સ્નાયૂ મજબૂત થાય છે, જો શરીરનો ગ્રોથ બરાબર થતો ન હોય તો હાથ કે પગ પર કાળો દોરો બાંધી લેવો. જે જાતકો શનિદોષથી પીડિત હોય તેમણે જન્મકુંડળીમાં દૂષિત શનિના પ્રભાવને દૂર કરવા માટે જમણા હાથ પર શનિવારે કાળો દોરો બાંધવો. તેનાથી શનિ પીડા શાંત થશે. રોગ મુક્તિ માટે રોગીના જમણા પગના અંગૂઠા પર કાળો દોરો બાંધવો.
ચમત્કારી ટોટકા
1. વાળ ખરવાની સમસ્યા હોય તેણે રાત્રે સૂતા પહેલા વાળને કાળા દોરાથી બાંધી લેવા.
2. ઘરમાં ક્લેશ થતો હોય તો શનિવારે કાળો દોરો લઈ હનુમાનજીનું નામ લેતાં લેતાં તેના ચાર ટુકડા કરી અને ઘરની ચાર દિશામાં બાંધી દેવા.
3. શરીર પર સફેદ ડાઘ થયા હોય તો ગળામાં સાત તારનો કાળો દોરો બાંધવો.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wszk06
No comments:
Post a Comment