ગરમીથી રાહત આપે છે દહીં, છાસ અને લસ્સી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 29 May 2019

ગરમીથી રાહત આપે છે દહીં, છાસ અને લસ્સી


નવી દિલ્હી, 25 મે 2019, શનિવાર

ગરમીના વાતાવરણમાં શરીરને ઠંડુ રાખવા અનેક પીણા પીતા હોય છે. તેમાં છાશ, દહીં જેવી વસ્તુઓ પણ ગરમીથી રાહત આપે છે. ઉનાળામાં શેકેલું જીરું, નમક, મરી જેવી વસ્તુઓ છાસમાં ઉમેરી પીતા હોય. દહીંનું સેવન ઉનાળામાં કરવાથી લૂ લાગતી નથી. દિવસ દરમિયાન લસ્સી, છાસ કે દહીંનું સેવન કરવું જોઈએ. દહીંમાં પૌષ્ટિક તત્વો, એન્ટી ઈન્ફ્લેમેટરી, એંટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડેંટ ગુણ હોય છે. 

ગરમીની સમસ્યા

લસ્સી, છાસ અને દહીંનું સેવન કરવાથી હીટ સ્ટ્રોકથી બચાવ થાય છે. ઉનાળામાં ગરમી, અળાઈ, બળતરા, ખંજવાળ જેવી સમસ્યાઓ પણ થતી નથી. ઠંડી લસ્સી પીવાથી ગભરામણ, થાક દૂર થાય છે. 

રોગપ્રતિકારક શક્તિ વધારો

દહીંમાં લૈક્ટિત એસિડ, પ્રોબાયોટિક્સ બૈક્ટીરિયા, કાર્બોહાઈડ્રેટ, વિટામિન ડી અને અન્ય પૌષ્ટિક તત્વ શરીરમાં મેટાબોલિઝમ સુધારે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. 

પાચન એજન્ટ

પ્રોબાયોટિક્સનો સારો સ્ત્રોત હોવાના કારણે દહીં આંતરડાને હેલ્ધી બનાવે છે. પેટમાં ગેસ, કબજિયાત, અપચો જેવી સમસ્યા હોય તો દહીં, લસ્સી, છાશ પીવાથી પાચનક્રિયા સુધરે છે. 

કબજિયાતમાં રાહત

કબજિયાત હોય તો છાશમાં અજમાનો પાવડર ઉમેરી પીવાથી પેટ સાફ આવે છે. આ ઉપરાંત છાશમાં ફુદિનાના પાન, જીરું પાવડર, કાળા મરીનો પાવડર ઉમેરી પીવાથી પણ લાભ થાય છે. આ રીતે છાસ પીવાથી કબજિયાત સાથે એસિડિટી પણ દૂર થાય છે. 

વજન અને સ્નાયૂ 

છાસનું સેવન કરવાથી વજન પણ કાબૂમાં રહે છે. છાસમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે અને તે ભૂખ પણ શાંત કરે છે. પ્રોટીન અને મલાઈયુક્ત લસ્સી પીવાથી સ્નાયૂ પણ મજબૂત થાય છે. જે લોકો બોડી બનાવતા હોય છે તેમણે સ્નાયૂને મજબૂત કરવા માટે લસ્સીનું સેવન કરવું જ જોઈએ.





from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QlsBj6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages