
અમદાવાદ, 14 મે 2019, મંગળવાર
રોજીંદા જીવનમાં અજાણતા થતી કેટલીક ભુલ ગંભીર નુકસાન કરે છે. આવી જ એક આદત છે બાથરૂમ રોકવાની, કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ બાથરૂમ લાંબા સમય સુધી રોકી રાખે છે અને પ્રેશર ખૂબ વધે ત્યારે જ બાથરુમ જાય છે. નિષ્ણાંતોનું માનીએ તો આમ કરવાથી સમસ્યા થઈ શકે છે.
આપણું શરીર એક અદ્ભૂત રચના છે જે કુદરતી રીતે જ દરેક કામ કરે છે. પરંતુ આ કુદરતી કામમાં જો આપણે ખલેલ પહોંચાડીએ તો તેનાથી ગંભીર સમસ્યા થઈ શકે છે. આવી જ એક પ્રક્રિયા છે મૂત્ર વિસર્જનની. શરીર તમને જાતે જ અનુભૂતિ કરાવે છે કે બાથરૂમ જવું જરૂરી છે પરંતુ ક્યારેક આપણે એવી સ્થિતીમાં હોય કે તુરંત બાથરૂમ જતા નથી અને સહન થાય ત્યાં સુધી તેને અટકાવી રાખીએ છીએ. પરંતુ આમ વારંવાર કરવાથી સ્વાસ્થ્ય પર અસર થાય છે.
પથરી
લાંબા સમય સુધી અને વાંરવાર પેશાબ રોકી રાખવાથી કિડનીમાં પથરી થઈ શકે છે. આ ઉપરાંત પેશાબની નળીમાં બળતરા અને સોજો પણ થાય છે. પેશાબને રોકી રાખવો કિડની માટે હાનિકારક છે. આમ કરવાથી કિડનીના કાર્યમાં બાધા ઉત્પન્ન થાય છે અને કિડનીમાં ચેપ પણ લાગી શકે છે.
યુરીન ઈન્ફેકશન
પેશાબ રોકી રાખવાની આદત યુરીન ઈન્ફેકશનને આમંત્રણ આપે છે. આમ કરવાથી મૂત્ર માર્ગીય સંક્રમણ થાય છે. પેશાબની તીવ્રતાને વધારે સમય રોકી રાખવથી બેક્ટેરિયા પણ વધી જાય છે. એટલા માટે જ ડોક્ટરો પણ યુરીન રોકી ન રાખવાની સલાહ આપે છે. બેક્ટેરિયા મૂત્ર માર્ગથી ફેલાય છે અને ઈન્ફેકશનનું કારણ બને છે. તેવામાં પેડૂમાં દુખાવો, બળતરા અને વાસ આવવા જેવી તકલીફો થાય છે.
દુખાવો
લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી પેલ્વિક ફ્લોર મસલ્સને નુકસાન થાય છે અને થેલીમાં દુખાવો થાય છે. આવી સ્થિતીમાં આંતરીક અવયવોમાં સોજો આવે છે અને ડિસ્ચાર્જ સમયે દુખાવો થાય છે.
સામાન્ય રીતે બાથરુમ જવાની અનુભૂતી થેલીમાં 300 એમએલ પેશાબ એકત્રિત થવાથી થાય છે. આટલા પ્રમાણમાં મૂત્ર એકત્ર થઈ જવાથી બાથરૂમ જવાની ઈચ્છા થવા લાગે છે. જ્યારે 500 એમએલ મૂત્ર એકત્ર થાય છે ત્યારે તીવ્ર ઈચ્છા થાય છે. આવી સ્થિતીમાં વધારે સમય સુધી મૂત્ર રોકવું હાનિકારક છે. નિષ્ણાંતોનુસાર એક સ્વસ્થ વ્યક્તિ રાતની 8 કલાકની ઊંઘ દરમિયાન એકવાર પેશાબ કરવા માટે જાય છે. આ ઉપરાંત સૂતા પહેલા અને જાગ્યા બાદ પણ બાથરુમ જવું સામાન્ય સ્વાસ્થ્યના લક્ષણ છે. આ ઉપરાતં દિવસ દરમિયાન પાંચ વખત આ પ્રક્રિયા થવી જરૂરી છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vzd597
No comments:
Post a Comment