અમેરિકન કંપનીઓના મત પ્રમાણે ભારતમાં વેપાર કરવાનું હજુપણ સરળ નથી બન્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

અમેરિકન કંપનીઓના મત પ્રમાણે ભારતમાં વેપાર કરવાનું હજુપણ સરળ નથી બન્યું

નવી દિલ્હી, તા. 11  મે, 2019, શનિવાર

છેલ્લા બે વર્ષમાં ઈઝ ડુઈંગ બિઝનેસ રેન્કમાં ભારત ૫૩ ક્રમાંક આગળ વધ્યું છે, આમછતાં અમેરિકાની ઘણીખરી કંપનીઓ માને છે કે ભારતમાં વેપાર શરૂ કરવાનું હજુપણ કઠીન જ છે. ભારત સાથે વેપાર વાટાઘાટ કરવા તાજેતરમાં  નવી દિલ્હીની મુલાકાતે આવેલા અમેરિકાના વાણિજ્ય પ્રધાન વિલબર રોઝની સાથે અમેરિકાની ૧૦૦થી વધુ કંપનીઓના આવેલા ટોચના એકઝિકયૂટિવ્સ દ્વારા આ મત વ્યકત કરાયો હતો. 

અમેરિકાના વેપાર વિસ્તરણ કાર્યક્રમના ભાગરૂપ આ પ્રતિનિધિઓ હાલમાં ભારતના ટોચના શહેરોની મુલાકાત લઈ રહ્યા છે. દરેક શહેરોમાં તેઓ સરકારી પ્રતિનિધિઓ તથા બજારના નિષ્ણાતોને મળી રહ્યા છે. 

મોટાભાગની કંપનીઓને ભારતના વેપાર ભાગીદારો મળવામાં સફળતા મળી છે તેમ છતાં  આમાંની ઘણીખરી કંપનીઓ દ્વારા દાવો કરાયો છે તે ભારતમાં માલસામાનની નિકાસ માટે આવશ્યક કરાર કરવામાં તેમને સફળતા મળી નથી. 

જમીનની ગુણવત્તા વધારતા કેમિકલ્સનું અમે ઉત્પાદન કરીએ છીએ, પરંતુ ભારતના સખત ધોરણો અને ઊંચી આયાત ડયૂટી અમારી માટે મોટી સમશ્યા છે એમ અમેરિકાની એક કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું હતું. ભારતમાં કૃષિ ક્ષેત્રે વ્યાપક અવકાશ રહેલો છે. 

ભારતમાં વેપાર કરવા માટે ફોરેન - બિઝનેસ ફ્રેન્ડલી વ્યવસ્થાઓ કેવી છે તેને લઈને મોટાભાગની વિદેશી કંપનીઓ અજાણ હોવાનો પણ મત નીકળી રહ્યો છે. ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડમાં વિદેશ વેપાર માટે ખાસ અલગ ડેસ્ક છે તેનાથી તેઓ વાકેફ નહીં હોવાનું સ્થાનિક સરકારી સુત્રોએ જણાવ્યું હતું.  




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WBSZrd

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages