ન્યૂયોર્ક તા.25 મે 2019 શનિવાર
અમેરિકાના મોખરાના રેપર સિંગર જે ઝેડ પર મગજની વિવિધ ઇજાઓનો ભોગ બની ગયેલા એક બોક્સરે કાનૂની કેસ માંડયો હતો.
રેપર ગાયક જે ઝેડ રૉક નોશન સ્પોર્ટ નામે રમતગમતની કંપની પણ ચલાવે છે અને એણે એક બોક્સિંગ સ્પર્ધાનું સંચાલન કર્યુ ંહતું. આ બોક્સિંગ સ્પર્ધામાં એક બોક્સર ડેનિયલ ફ્રાન્કો પણ સામેલ થયો હતો.
ડેનિયલને એક સ્પર્ધામાં મગજની ગંભીર ઇજાઓ થઇ હતી. એ માટે એણે જે ઝેડની કંપનીને જવાબદાર ગણાવીને એને કાયદેસરની નોટિસ મોકલી હતી. એણે એવો આક્ષેપ કર્યો હતો કે બોક્સિંગની સ્પર્ધાના વિવિધ ઇવેન્ટ વચ્ચે અમને આરામ કરવાનો કે ફરી તૈયાર થવાનો પૂરતો સમય મળતો નહોતો. ૭૯ દિવસમાં તમે ત્રણ સ્પર્ધા યોજી હતી જેમાં મને ગંભીર ઇજાઓ થઇ હતી. એ માટે તમારે મને માતબર વળતર ચૂકવવું જોઇએ એવી માગણી જે ઝેડની કંપનીને મળી હતી. ફ્રાન્કોએ પોતાની નોટિસમાં જણાવ્યું હતું કે એક ઇવેન્ટની પહેલાં મને ફ્લુનો તાવ આવ્યો હતો અને કંપની આ વાત જાણતી હતી. કંપની ધારે તો ઇવેન્ટ મોકૂફ રાખીને નવેસર એનંુ આયોજન કરી શકતી હતી વેચાઇ ગયેલી ટિકિટોના પૈસા પાછા આપવા ન પડે એ માટે કંપનીએ સ્પર્ધા મોકૂફ રાખી નહોતી અને હું કમજોર હતો છતાં મારે સ્પર્ધામાં ભાગ લેવો પડયો. પરિણામે મને મગજમાં ગંભીર ઇજાઓ થઇ.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Qn8BN0
No comments:
Post a Comment