સાઉદી અરેબિયાના બે ઓઈલ ટેન્કરો ઉપર રહસ્યમય હુમલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

સાઉદી અરેબિયાના બે ઓઈલ ટેન્કરો ઉપર રહસ્યમય હુમલો


રિયાદ, તા. 13 મે, 2019, સોમવાર

સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે સંયુક્ત આરબ અમિરાતના દરિયામાં તેના બે ઓઈલ ટેન્કરો ઉપર હુમલો થયો છે અને તેમાં બંને ટેન્કરોને ભારે નુકસાન થયું છે. અમેરિકા-ઈરાન વચ્ચે ચાલતી તંગદિલી વચ્ચે બનેલી આ ઘટના પછી સંઘર્ષ વધવાની પૂરી શક્યતા છે.

સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રી ખાવિદ અલી ફલીહે જણાવ્યું હતું કે સંયુક્ત આરબ અમિરાતનો દરિયો પાર કરતા હતા એ દરમિયાન સાઉદી અરેબિયાના બે ઓઈલ ભરેલા ટેન્કરો ઉપર હુમલો થયો હતો. હુમલાખોરો વિશે સાઉદી અરેબિયાએ કોઈ જાણકારી આપી ન હતી અને ઓઈલ ટેન્કરો વિશે પણ બહુ માહિતી જાહેર કરી ન હતી, પણ તેમાં કોઈને ઈજા થઈ નથી.

યુએઈની જળસીમામાં થયેલા આ હુમલાના કારણે ટેન્કરોમાં નુકસાન થયું છે એવું જાહેર કરાયું છે, પરંતુ ઓઈલ લીક થયું નથી એવો ય દાવો અન્ય સમાચાર સંસ્થાઓએ કર્યો હતો. 

ઈરાને આ ઘટના પછી તુરંત પ્રતિક્રિયા આપી હતી અને ઘટનાની નિષ્પક્ષ તપાસની માગણી કરી હતી. વિદેશી પ્લેયર્સે આ રાજકીય કાવતરું કર્યું છે એવું કહીને ઈરાને અમેરિકા ઉપર આંગળી ચીંધી હતી. અગાઉ અમેરિકાએ એવી જાહેરાત કરી હતી કે ઈરાન ક્ષેત્રમાં થતી ઓઈલની સમૃદ્રી આયાત-નિકાસને અમેરિકા નિશાન બનાવી શકે છે. 

આ ઘટના એવા સમયે બની છે કે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ મોસ્કોની મુલાકાત રદ્ કરીને ઈરાનના સંદર્ભમાં યુરોપિયન સંઘના અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે બ્રસેલ્સની મુલાકાત કરી હતી.

ગલ્ફની ખાડીમાં થયેલા આ હુમલાને ઈરાને ષડયંત્ર ગણાવ્યું હતું અને સમૃદ્રી સુરક્ષાના નિયમોનો ભંગ ગણાવ્યો હતો. સાઉદી અરેબિયાએ પણ કોઈનું નામ લીધા વગર ખાડીની સુરક્ષા ખતરામાં છે એવું કહ્યું હતું અને આંતરરાષ્ટ્રીય નિયમોનો સરેઆમ ભંગ બતાવ્યો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WJ1Nvp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages