લખનઉમાં પૂનમ સિંહાના રોડ શોમાં પુત્રી સોનાક્ષી સિંહા અને ડિંપલ યાદવનો દબદબો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 4 May 2019

લખનઉમાં પૂનમ સિંહાના રોડ શોમાં પુત્રી સોનાક્ષી સિંહા અને ડિંપલ યાદવનો દબદબો


(પીટીઆઈ) લખનૌ, તા. 3 મે, 2019, શુક્રવાર

લખનૌ લોકસભા બેઠક પરની લડાઈ વધારેને વધારે રસપ્રદ થતી જોવા મળી રહી છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પૂનમ સિંહાના સમર્થનમાં તેમની દીકરી સોનાક્ષી સિંહાએ પણ રોડ શોમાં હાજરી આપી હતી.

આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિંપલ યાદવ પણ રોડ શોમાં હાજર રહ્યા હતા અને તેમણે લોકોને પૂનમ સિંહાને મત આપવા માટે અપીલ કરી હતી.

 હજરતગંજથી શરુ થયેલો રોડ શો કૈસરબાગ, અમીનાબાદ થઈને નક્ખાસ બજારથી ઘંટાઘર પહોંચ્યો હતો અને અભિનેત્રી સોનાક્ષી સિંહાને જોવા માટે અનેક લોકોની ભીડ એકઠી થઈ હતી.

સપા અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ લોકોને ભ્રમિત થયા વગર સમાજવાદી સરકારે કરેલા કામોને ધ્યાનમાં રાખીને પૂનમ સિંહાને વિજયી બનાવવા માટે અપીલ કરી હતી. 

વરિષ્ઠ અભિનેતા અને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિંહાએ પણ આ રોડ શોમાં હાજરી આપી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે અખિલેશ યાદવે લખનૌૈના વિકાસમાં યોગદાન આપ્યું છે જ્યારે ભાજપે માત્ર ખોખલા દાવાઓ કર્યા છે.

તેમણે એક સર્વેક્ષણનો હવાલો આપીને ૫૦ લાખ યુવાનો બેરોજગાર થયા હોવાનું કહ્યું અને ત્યાં ઉપસ્થિત ભીડનો ઉત્સાહ જોઈને કાર્યક્રમને વિજય સમારંભ સમાન ગણાવ્યો.

તેમણે અખિલેશ યાદવને યુવાનોના આઈકોન ગણાવીને પોતાની ગૃહમંત્રી પૂનમ સિંહા ભારત સરકારના ગૃહમંત્રીને ભારે પડશે તેવો દાવો કર્યો હતો. શત્રુઘ્ન સિંહાએ મેક ઈન ઈંડિયા, ડિજિટલ ઈંડિયા, સ્ટેન્ડ અપ ઈંડિયા વગેરે નિષ્ફળ રહ્યા હોવાનું કહીને ભાજપ સરકારે દેશની જનતાને ગુમરાહ કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. 

પટના સાહિબથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા શત્રુઘ્ન સિંહાએ પૂનમ સિંહાએ નામાંકન પત્ર ભર્યું તે વખતે પણ રોડ શોમાં હાજર રહીને પત્ની પૂનમ સિંહા માટે મતદાન કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત શત્રુઘ્ન પૂનમ સિંહા માટે પ્રચાર કરવા ઉતર્યા હતા અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મંચ પર કોંગ્રેસના વિરુદ્ધ મતની માંગણી કરી હતી. તેમણે અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીના વખાણ પણ કર્યા હતા.

તેમણે પોતાની પત્નીના વિશ્વાસની પ્રશંસા કરી હતી અને પૂનમ સિંહાને મળી રહેલું યુવા સમર્થન જોઈને તેમને યોગ્ય જગ્યાએ રાષ્ટ્રની સેવા માટે મોકલ્યા હોવાનું કહ્યું હતું. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકવાનું નહોતું ચુક્યા અને કહ્યું હતું કે, તેઓ(મોદી) એકમાત્ર એવા વડાપ્રધાન છે જે પત્રકાર પરિષદ નથી કરતા અથવા તો મિલિભગતવાળી કોન્ફરન્સમાં ઉપસ્થિત રહે છે. 

પત્નીનો પ્રચાર કરતાં શત્રુઘ્ન પર કોંગ્રેસી ઉમેદવાર ખફા

(પીટીઆઈ) લખનૌ, તા. 3 મે, 2019, શુક્રવાર

લખનૌ બેઠક પરથી સપામાંથી ચૂંટણી લડતાં પોતાના પત્ની પૂનમસિંહાના પ્રચારમાં જોડાયેલા કોંગ્રેસી સભ્ય શત્રુઘ્નસિંહાના વિરોધમાં લખનૌ બેઠકના કોંગ્રેસી ઉમેદવારે નારાજગી વ્યકત કરી છે.

કોંગ્રેસના લખનૌ બેઠકના ઉમેદવાર આચાર્ય પ્રમોદે ટવીટ્ કરતા જણાવ્યું કે શત્રુઘ્નસિંહા, એમના પત્ની પૂનમસિંહાએ ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે હાજર રહ્યા હતા. ઉપરાંત, ગુરૃવારે સપા નેતા અખિલેશ યાદવ સાથે પૂનમસિંહાની પ્રચાર સભામાં પણ શત્રુઘ્ન ઉપસ્થિત હતા. શત્રુઘ્નસિંહા કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, પરંતુ હજી એમણે આરએસએસમાંથી રાજીનામું આપ્યું નથી, એમ આચાર્યે જણાવ્યું.

શત્રુઘ્નસિંહા તાજેતરમાં ભાજપ છોડી હવે કોંગ્રેસની ટિકિટ પર એમની પરંપરાગત બિહારી પટણાસાહિલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. એમના પત્ની પૂનમસિંહા, સપા- બસપા- રાલોદના મોરચાના ઉમેદવાર રૃપે લખનૌ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંઘ, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર આચાર્ય પ્રમોદનો સામનો કરશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vC6JX7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages