શેરબજારની જેમ જ અમેરિકન ડોલર સામે રૂપિયો વધ્યા પછી ગગડયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 25 May 2019

શેરબજારની જેમ જ અમેરિકન ડોલર સામે રૂપિયો વધ્યા પછી ગગડયો

અમદાવાદ,  તા.23 મે, 2019, ગુરૂવાર

લોકસભાની ચૂંટણીની મત ગણતરીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાના એંધાણના પગલે આજે અમેરિકન ડોલર સામે પ્રારંભિક તબક્કામાં ભારતીય રૂપિયો ઝડપથી ઉંચકાયા બાદ કામકાજના અંતિમ તબક્કામાં ઝડપી પીછેહઠ થતાં અંતે ૩૬ પૈસા ઘટીને અંતે ૭૦.૦૨ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજે હાથ ધરાયેલ લોકસભાની ચૂંટણીની મત ગણતરીના પ્રારંભથી જ એનડીએને સ્પષ્ટ બહુમતી મળશે તેવું ચિત્ર સ્પષ્ટ થવાને પગલે શેર બજારની જેમ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ઝડપથી ઉંચકાઈને ઇન્ટ્રા ડે ૬૯.૩૭ની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો.

જો કે, કામકાજના મધ્ય ભાગ બાદ શેર બજારમાં વેચવાલીનું દબાણ આવતા તેમજ વૈશ્વિક સ્તરે ક્રૂડની ઉછળકૂદ તેમજ ટ્રેડવોર સહિતની અન્ય પ્રતિકૂળતાઓ હાવી બનતા રૂપિયાની તેજી પર બ્રેક વાગી હતી અને ઉંચા મથાળેથી તે ઝડપથી પાછો ફર્યો હતો.

ડોલર સામે આજે ભારતીય રૂપિયો ૬૯.૪૫ની સપાટીએ ખૂલ્યા બાદ ઝડપથી વધીને ૬૯.૩૭ પહોંચ્યા પછી એકધારો પાછો પડતા કામકાજના અંતે તે ૩૬ પૈસા ઘટીને ૭૦.૦૨ની સપાટીએ બંધ રહ્યો હતો.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VOjRTX

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages