જુલિયન અસાંજે સામેના બળાત્કારના કેસની તપાસ સ્વીડન ફરી શરૂ કરશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

જુલિયન અસાંજે સામેના બળાત્કારના કેસની તપાસ સ્વીડન ફરી શરૂ કરશે


(પીટીઆઇ) લંડન, તા. 13 મે, 2019, સોમવાર

જામીનની શરતોનો ભંગ કરવા બદલ લંડનની જેલમાં બંધ રહેલા વિકિલીક્સના સહ-સ્થાપક જુલિયન અસાંજે સામેના બળાત્કારના આક્ષેપોની તપાસ સ્વીડને આજે ફરી શરૃ કરી હતી. ૪૭ વર્ષના અસાંજેએ તમામ આક્ષેપો ફગાવ્યા હતા અને લંડનમાં ૨૦૧૨થી ઇક્વોડોરિયન દૂતાવાસમાં રાજ્યાશ્ર લીધા પછી સાત વર્ષની સજાનો ચાર્જનો સામનો કરી સ્વીડન પરત જવા ટાળ્યું હતું. 

જામીનની શરતો પછી શરણે આવવામાં નિષ્ફળ રહ્યાના કારણે ૫૦ સપ્તાહની જેલની સજાનો સામનો કરનાર અસાંજેના રાજ્યાશ્રાયને ગયા મહિને પાછો ખેંચી લેવાતાં હાલમાં તે હાઇ સીક્યોરિટી બેલમાર્શ જેલમાં રખાયો છે. સ્વીડીશ સત્તાવાળાઓએ મૂળ તો આ કેસ પડતો મૂકવા નિર્ણય કર્યો હતો. તેમની દલીલ હતી કે હાલમાં અસાંજે ઇક્વોડોરિયન દૂતાવાસમાં રાજ્યાશ્રય હેઠળ હોવાથી કેસને આગળ ચલાવી શકાશે નહી.

'આજે મેં આ નિર્ણય કર્યો હતો કે પ્રાથમિક તપાસને આગળ ચલાવીશ'એમ સરકારી વકીલ વિભાગના નાયબ ડીરેકટર ઇવા-મેરી પર્સને કહ્યું હતું. દરમિયાન વ્હીસલબ્લોઅર વેબસાઇટના સંપાદકે આજે કહ્યું હતું કે ૨૦૧૦ના બળાત્કાર કેસની ફરીથી તપાસ કરવાથી અસાંજેને પોતે નિર્દોષ હોવાનું સાબીત કરવાની તક મળશે.

ક્રિસ્ટીન રાઉસોને એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે  અસાંજે સામેના કેસની તપાસને ફરી શરૃ કરવાનો રાજકીય દબાણ પણ હતો.સ્વીડનમાં અસાંજે સામે કરાયેલા આક્ષેપોની એક અન્ય મહિલાના વકીલે કેસની ફરી તપાસ શરૃ કરવા માગણી કરી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VwTfeN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages