ઉનાળામાં નસકોરી ફૂટે છે, આ રીતે અટકશે લોહી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 16 May 2019

ઉનાળામાં નસકોરી ફૂટે છે, આ રીતે અટકશે લોહી

લોહી નીકળવા લાગે છે. જેને આપણે નસકોરી ફૂટવી એમ કહે છે. આમ તો આ કોઈ ગંભીર બીમારી છે. ગરમીને લીધે નાકની અંદરની બ્લડ વેસલ ઝડપી બ્લડ સર્ક્યુલેશનને લાધે ફાટી જાય છે અને લોહી વહેવા લાગે છે. આ સિવાય પણ નાકમાંથી લોહી નીકળવાના ઘણાં કારણો હોય છે. જેના ઘરગથ્થુ ઉપાય અહીં આપવામાં આવ્યાં છે.


1. સરસિયાનું તેલ

નાકમાંથી લોહી નીકળે અને સરળતાથી બંધ ના થાય તો દર્દીને પથારીમાં સુવડાવી દો. સરસિયાના તેલને સહેજ ગરમ કરીને રૂથી નાકમાં નાખો. લોહી બહુ જ આવતું હોય તો લોહીને નાકના છીદ્રમાં મુકી દો.

2. ઠંડુ પાણી

નસકોરીની સમસ્યા હોય તો ઠંડા પાણીને દર્દીના માથા પર રેડો. તેમ છતાં લોહી નીકળવાનું બંધ ના થાય તો કપડામાં બરફ લપેટીને નાક પર મુકવાથી લોહી નીકળતું અટકી જશે.

3. ડુંગળીનો રસ

આ નસકોરીનો અક્સીર ઇલાજ છે. નસકોરી ફૂટે ત્યારે ડુંગળીના રસને નસકોરીમાં નાંખવાથી લોહી બંધ થઇ જાય છે. આ ઉપરાંત જેના નાકમાંથી લોહી નીકળતું હોય તેને સમારેલી ડુંગળી સુંઘાડવાથી પણ લોહી બંધ થાય છે.

4. બિલિપત્રનો રસ

બિલિના પાંદડાનો રસ પાણીમાં મિક્સ કરીને પીવાથી પણ નાકનું લોહી ઝડપથી બંધ થાય છે. આ સિવાય બેલના પાંદડાઓને પાણીમાં પકવીને એમાં સાકર મિક્સ કરીને પીવાથી પણ આ તકલીફ મટે છે.

5. મોં થી શ્વાસ લેવો

નસકોરી ફૂટે ત્યારે માથુ આગળની તરફ નમાવીને રાખવું. એ પછી નાકથી શ્વાસ લેવાને બદલે મોંથી શ્વાસ લેવો જોઈએ.

નસકોરી ફૂટવાના કારણો

- આકરા તાપના લીધે

- નાકમાં ઇજા થાય ત્યારે

- દવાઓના લીધે લોહી પાતળુ થાય ત્યારે

- નશો કરવાથી

- સતત છીંક આવવાથી

- નાકમાં ટ્યુમર થાય ત્યારે

- નેઝલ સ્પ્રેનો ઉપયોગ કરવાથી



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JDugPx

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages