
મુંબઈ, તા. 25 મે 2019, શનિવાર
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં એનસીપીને ભલે અપેક્ષિત સફળતા મળી નથી. આમ છતાં 'હું ભલે જીત્યો નહીં હોઉં પણ હજીએ હાર્યો નથી', આવા શબ્દોમાં એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે આજે ઈન્સ્ટાગ્રામ પર લાગણીસભર પોસ્ટ મૂકીને પક્ષના કાર્યકર્તાઓએ તેમનો જુસ્સો બુલંદ રાખવાની અપીલ કરી છે.
બારામતી શરદ પવારનો ગઢ માનવામાં આવે છે. લોકસભા ચૂંટણીમા ંઆ રાજકીય ગઢ સાચવી રાખવામાં એનસીપીને સુપ્રિયા સુળેને સફળતા મળી હશે. આમ છતાં ભારતીય જનતા પાર્ટીના કાંચન કુલએ આપેલી લડત વખાણવા જેવી હતી. માવળમાં પાર્થ પવારની હારના કારણે પવાર પરિવારે પહેલીજ વાર હારનો સામનો કરવો પડયો છે. એટલે જ શરદ પવારે થાકયો હોઈશ ભલે પણ ઝુક્યો નથી. જીત્યો ભલે ના હોઉં પણ હું હજીએ હાર્યો નથી, એવી લાગણીસભર પોસ્ટ મૂકી છે.
બારમતીની બેઠક પર સુપ્રિયા સુળેને હરાવવામાં ભાજપના મુખ્યપ્રધાનથી માંડીને ચંદ્રકાંતદાદા પાટિલ, ગિરીશ બાપટ, ગિરીશ મહાજને પ્રચાર રેલીમાં ભાગ લીધો હતો. આમ છતાં સુપ્રિયા સુળે ત્રીજી વખત બારામતીથી લોકસભામાં ચૂંટાઈ આવ્યાં છે.
બારામતીની બેઠક ભાજપ જીતશે તો લોકોનો લોકતંત્ર પરથી વિશ્વાસ, ઉડી જશે, એવું મંતવ્ય શરદ પવારે કર્યું હતું. એટલે પણ શરદ પવારને બારામતીનો ગઢ હારી જવાની ચિંતા થાય છે કે, એમાં ચર્ચા જોરશોરમાં ચાલતી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HC7TbV
No comments:
Post a Comment