લોકસભામાં ૬,૯૬,૩૨૧ મતો સાથે સૌથી વધુ માર્જિનથી જીત મેળવવાનો રેકોર્ડ બીજેપીના પ્રિતમ મુંડેના નામે છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 25 May 2019

લોકસભામાં ૬,૯૬,૩૨૧ મતો સાથે સૌથી વધુ માર્જિનથી જીત મેળવવાનો રેકોર્ડ બીજેપીના પ્રિતમ મુંડેના નામે છે

વડોદરા,તા.23 મે 2019,ગુરૃવાર

અત્યાર સુધીની લોકસભાની ચૂંટણીના પરિણામનો ઇતિહાસ જોવામાં આવે તો બીજેપીના નેતા ગોપીનાથ મુંડેની પુત્રી પ્રિતમ મુંડેએ વર્ષ ૨૦૧૪ની પેટા ચૂંટણીમાં મહારાષ્ટ્રની બીડ બેઠક પરથી સૌથી વધારે માજન સાથે જીત મેળવી હતી. પ્રિતમે ૬,૯૬,૩૨૧ મતથી કોંગ્રેસના ઉમેદવાર અશોકરાવ પાટીલને હાર આપી હતી. આ ચૂંટણીમાં પ્રિતમને કુલ ૯૨૨,૪૧૬ મત મળ્યા હતા.

સૌથી વધારે માર્જિનથી જીતનો બીજા નંબરનો રેકોર્ડ સીપીઆઈ(એમ)ના અનિલ બાસુના નામે  છે. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી દરમિયાન અનિલ બાસુએ ભાજપના ઉમેદવારને ૫,૯૨,૫૦૨ મતથી હાર આપી હતી. અનિલ બાસુ પશ્ચિમ બંગાળની અમરબાગ બેઠક પરથી ચૂંટણી લડયા હતા.આ ચૂંટણીમાં તેમને કુલ ૭૪૪,૪૬૪ મત મળ્યા હતા.

સૌથી વધુ માર્જિનથી જીતનારાઓમાં ત્રીજા નંબરે પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હારાવ છે.૧૯૯૧ની પેટા-ચૂંટણીમાં તેમણે આંધ્રપ્રદેશની નંદયાલ બેઠક પરથી તેમણે ૫,૮૦,૨૯૭ મતની માજનથી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં ભાજપના બાંગારુ લક્ષ્મણને ફક્ત ૪૫,૯૪૪ મત મળ્યા હતા. આ પેટા-ચૂંટણીમાં પીવી નરસિમ્હા રાવને કુલ ૬,૨૬,૨૪૧ મત મળ્યા હતા.

તો ચોથા નંબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી દરમિયાન તેઓ વડોદરા અને વારાણસી એમ બે  બેઠક પરથી ચૂંટણી લડયા હતા અને વડોદરા બેઠક પરથી કોંગ્રેસના મધુસુદન મિીને હાર આપી હતી. આ ચૂંટણીમાં મોદીને કુલ ૮,૪૫,૪૬૪ મત મળ્યા હતા, જ્યારે મધુસુદન મિીને ૨,૭૫,૩૩૬ લાખ મત મળ્યા હતા. મોદીએ ૫,૭૦,૧૨૮ મતથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા.

પાંચમાં નંબર જનરલ વી.કે. સિંઘ આવે છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તેઓ ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ બેઠક પરથી ચૂંટણી લડયા હતા. આ બેઠક પરત તેમણે ૫,૬૭,૨૬૦ મતથી વિજય મેળવ્યો હતો. આ બેઠક પર તેમની સામે બોલિવૂડ અભિનેતા રાજ બબ્બર કોંગ્રેસની ટિકિટ પરથી ઉભા રહ્યા હતા. વી.કે. સિંઘને આ ચૂંટણીમાં ૭,૫૮,૪૮૨ મત જ્યારે રાજ બબ્બરને ૧,૯૧,૨૨૨ મત મળ્યા હતા.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30JgDV4

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages