મરચાંની આડપેદાશ માટે ચીનની બજાર ખુલ્લી થતા ભારતને નવી તક - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

મરચાંની આડપેદાશ માટે ચીનની બજાર ખુલ્લી થતા ભારતને નવી તક

નવી દિલ્હી, તા. 11  મે, 2019, શનિવાર

ભારત ખાતેથી મરચાં મીલ (આડપેદાશ-કૂચા)ની આયાત કરવા દેવા ચીને ગુરુવારે મંજુરી આપતા હવે ચીનની બજારોમાં ભારતના મરચાં ખોળ જોવા મળશે. ભારતના મરચાં કૂચાને ઘણાં લાંબા સમયથી નિકાસ બજારની આવશ્યકતા રહી હતી. ચીનના કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા આ સંદર્ભમાં ખાસ સહીસિક્કા કરવામાં આવ્યા હતા.

મરચાંમાંથી તેલ કાઢી લીધા બાદ રહી જતા શેષને ચીલી મીલ (કૂચા) કહેવાય છે. આ કૂચાનો ઉપયોગ ચીલી સોસ તથા અન્ય પ્રોડકટસના ઉત્પાદન માટે કરવામાં આવે છે. 

ભારત ખાતેથી મસાલાની થતી નિકાસમાં મરચાંની નિકાસ સૌથી વધુ થાય છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી ચીન મોટો ખરીદદાર દેશ રહ્યો છે. વિશ્વમાં ભારત મરચાંનો સૌથી મોટો ઉત્પાદક, વપરાશકાર અને નિકાસકાર દેશ છે. દેશના વિવિધ રાજ્યો મહારાષ્ટ્ર, આન્ધ્ર પ્રદેશ, કર્ણાટક તથા મધ્ય પ્રદેશના મળીને કુલ ૭૯૨૦૦૦ હેકટર વિસ્તાર પર લાલ મરચાંની ખેતી થાય છે.

મરચાંનું વાવેતર ઓગસ્ટ -સપ્ટેમ્બરમાં થાય છે અને તેની લણણી માર્ચ-એપ્રિલમાં થાય છે. યુનાઈટડે નેશન્સના ફૂડ અને એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશનના અહેવાલ પ્રમાણે ભારત ૩૦ લાખ ટન સુકા મરચાં અને મરીનું ઉત્પાદન કરે છે. દેશમાં ૧૩ લાખ ટન લાલ મરચાંના ઉત્પાદનમાંથી  ૭૦ ટકા ઘરઆંગણે જ વપરાય જાય છે, બાકીના મરચાંની નિકાસ કરવામાં આવે છે. 

ભારતમાંથી મસાલાની કુલ નિકાસમાં ૨૨ ટકા હિસ્સો સુકા મરચાંનો છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

દેશમાં પ્રોસેસ્ડ થતા ફૂડ પ્રોડકટસ અને કૃષિ પેદાશો માટે ચીનમાં બજાર મળી રહે તે માટે ભારત સતત પ્રયત્નશીલ રહ્યું છે. આ પ્રયાસોને કારણે ભારતને ૧૩ વર્ષ બાદ આ સફળતા મળી છે. ગયા વર્ષે ચીને ભારતની કેરી, ચોખા તથા દ્રાક્ષ માટે પોતાની બજાર ખુલી મૂકી હતી. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E3ctOm

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages