અમદાવાદ, તા. 26 મે 2019 રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આજે ગુજરાતની મુલાકાતે છે. ચૂંટણી પરિણામો બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ પ્રવાસ છે. 30મીએ બીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરતા પહેલા PM મોદી માતા હીરાબાના આશિર્વાદ લેવા ગુજરાત આવવાના છે.
ખાનપુર જે.પી ચોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ખાનપુર જે.પી.ચોકમાં ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવશે. મોદી અહીં કાર્યકરોને સંબોધન પણ કરશે.
Live:
- રાયસણમાં PM મોદી માતા હીરાબાના નિવાસ સ્થાને જવા રવાના
- રાયસણ ખાતે વડનગરથી લોકો PM મોદીની એક ઝલક મેળવવા આતુર
- PM મોદીની સભા પૂર્ણ થતા લોકોએ પોતાના મોબાઈલ ફોનની લાઈટ ઓન કરી લાગણી વ્યક્ત કરી
- આ પાંચ વર્ષ અભૂતપૂર્વ: નરેન્દ્ર મોદી
- આ પાંચ વર્ષમાં દેશને અનેક સમસ્યાઓમાંથી બહાર નીકાળવાનો સંકલ્પ: નરેન્દ્ર મોદી
- વૈશ્વિક પ્રભાવોને આપણે પ્રભાવિત કરીશુ: નરેન્દ્ર મોદી
- આપના આર્શીવાદ મળ્યા રહે: નરેન્દ્ર મોદી
- આપની અપેક્ષા પૂરી કરવામાં કોઈ ઉણપ ના રહે: નરેન્દ્ર મોદી
- જનતા ઈશ્વરનું રૂપ હોય છે: નરેન્દ્ર મોદી
- બાપુ અને સરદારની ભૂમિ મહત્વની: નરેન્દ્ર મોદી
- વિદાય આપાનારાઓની આંખમાં મારા માટે વિશ્વાસ હતો: નરેન્દ્ર મોદી
- દેશની જનતા જવાબદારી વધારતી ગઇ અમે સ્વિકારતા રહ્યા: નરેન્દ્ર મોદી
- 2014માં મે અહીંથી વિદાય લીધી: નરેન્દ્ર મોદી
- ખાનપુર કાર્યાલયથી જ હું સંગઠનના પાઠ શીખ્યો: નરેન્દ્ર મોદી
- કોઇ અખબાર, ટીવીના પત્રકારો અહીં આવતા હતા: નરેન્દ્ર મોદી
- પહેલા અશોકભાઇ હતા ત્યારે દાળવડા મંગાવતા હતા: નરેન્દ્ર મોદી
- નરેન્દ્ર મોદી ખાનપુર કાર્યલાયની જુની વાતો વાગોળી: નરેન્દ્ર મોદી
- વિદેશમાં રહેતા ભારતીયોએ પણ જીતની ઉજવણી કરી: નરેન્દ્ર મોદી
- કોઇપણ જાતની જામકોળ વગર કાર્યક્રમ કર્યો તેને બીરદાવું છે: નરેન્દ્ર મોદી
- ગુજરાત બીજેપે સુરત મુદ્દે જે સંવેદના દર્શાવી તેને આવકારુ છું: નરેન્દ્ર મોદી
- તમારા આશિર્વાદના પ્રવાહ ક્યારે અટક્યો નથી: નરેન્દ્ર મોદી
- મારે મન તમારી મુલાકત એક પ્રકારે ગુજરાતના દર્શન કરવા આવ્યો છું: નરેન્દ્ર મોદી
- સમયની સીમા હતી, માતાના આશિર્વાદન ઇચ્છા હતી: નરેન્દ્ર મોદી
- ‘સરકારની સક્રિયતા ભવિષ્યમાં આવા સંકટથી બચવા કામ આવશે’: નરેન્દ્ર મોદી
- પરિવાર પર આવેલા સંકટમાં ઈશ્વર તેમને શક્તિ આપે: નરેન્દ્ર મોદી
- હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં હતો: નરેન્દ્ર મોદી
- સુરતની ઘટનાથી ભલભલાના હ્રદય દ્રવી ઉઠ્યા: નરેન્દ્ર મોદી
- સુરતની ઘટનામાં અનેક પરિવારની આશા ભસ્મિભૂત થઇ ગયી: નરેન્દ્ર મોદી
- એક તરફ કરતવ્ય બીજી તરફ કરૂણા, જેટલી પણ સંવેદના વ્યક્તી કરી તેટલી ઓછી છે: નરેન્દ્ર મોદી
- ગઇ કાલથી હુ દુવિધામાં હતો કે આ કાર્યક્રમમાં હાજરી આપવી કે નહીં: નરેન્દ્ર મોદી
- ભારતીય જનતા પાર્ટીના અખિલ ભારતીય અધ્યક્ષ શ્રીમાન અમિતભાઇ શાહ, પ્રદેશ ભારતી જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી, મંચ પર ઉપસ્થિત મહેમાન, તથા મારા વાહલા ભાઇઓ તથા બહેનો ભારત માતા કી જાય: નરેન્દ્ર મોદી
- નીચે વિજયભાઇ અને નીતિનભાઇની સરકારે છે ઉપર નરેન્દ્રભાઇની સરકાર બનવા જઇ રહીં છે: અમિત શાહ
- હું ગાંધીનગરની જનતાનો પણ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું: અમિત શાહ
- ગુજરાતની જનતાએ જે માર્જીનથી બીજેપીના ઉમેદવારનો જીતાડ્યા તે બદલ જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે: અમિત શાહ
- દેશની સવા સૌ કરોડ જનતાએ ચુપચાપ મતાદાન કરી નરેન્દ્ર મોદીના કામને બીરદાવ્યું: અમિત શાહ
- નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનો ડંકો વગાડ્યો, અમેરિકા, ઓસ્ટ્રોલિયા, લંડન જ્યાં જાય ત્યાં મોદી-મોદી થાય: અમિત શાહ
- દુનિયાની આંખ પહોળી થઇ જાય તે રીતે દેશનો વિકાસ થયો: અમિત શાહ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર નહીં બે-બેવાર આતંકવાદીઓને મુંહતોડ જવાબ આપ્યો: અમિત શાહ
- આજ સુધી દેશ રાહ જોઇ રહીં હતી કોઇ એવો નેતા આવે જે આંતવાદીઓને મુંહતોડ જવાબ આપે: અમિત શાહ
- 250 કરોડ લોકોના ઘરે જીરો તો જીરો બલ્બ પણ વિજળી પહોંચાડવાનું કાર્ય કર્યું, તેમના જીવનમાં ઉજાસ ભરવાનું કાર્ય કર્યું: અમિત શાહ
- સવા સૌ કરોડની જનતાના દેશમાં પહેલીવાર કોઇ વડાપ્રદાને પહેલીવાર ગરીબના ઘરમાં સૌચાલ્ય બનાવવાનું કાર્ય કર્યું: અમિત શાહ
- નરેન્દ્ર મોદીએ 2014માં વડાપ્રદાન બની ગુજરાતનું ગૌરવ વધારવાનું કાર્ય કર્યું: અમિત શાહ
- પર્વતની ટોચ પર રહેતા આદિવાસીના ઘરે વિકાસ પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું: અમિત શાહ
- ગામડાઓના અંધાણા દુર થયા, ગામે ગામે નર્મદાના નીર પહોંચ્યા, પહેલા ટેન્કરોના ફોટા અખબારો માં છપાતો હતો: અમિત શાહ
- નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી રમખાણો બંધ થયા, રથયાત્રા કાઢતા પણ ડર લાગતો હતો: અમિત શાહ
- 2014 અને 2019ની ચૂંટણીમાં ગુજરાતની તમામ સીટો ભાજપે જીતી: અમિત શાહ
- નરેન્દ્રભાઇ મોદીએ લોકસભાની ચૂંટણીનું નેતૃત્વનું કર્યું હતું: અમિત શાહ
- સુરતની અંદર જે દુર્ઘટના ઘટી તે બદલ આપણે હ્રદયથી તેમના દુખમાં સામેલ થઇએ: અમિત શાહ
- અમદવાદ કોર્પોરેશની ચૂંટણી જીતી ભાજપનો વિજય રથની શરૂઆત થઇ: અમિત શાહ
- નરેન્દ્ર મોદી ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર દિલ્હીથી બહાર આવ્યા, તે પણ ખાનપુર જ્યાંથી અહીંથી પાર્ટીની નવી શરૂઆત થઇ હતી: અમિત શાહ
- અહીંથી બંગાળ સુધી અવાજ પહોંચી તેવી રીતે ભારત માતા કી જય બોલો: અમિત શાહ
- બે બેઠકવાળી પાર્ટીને નરેન્દ્ર મોદીએ દિલ્હી પહોંચાડી: વિજય રૂપાણી
- મોદીજીના નેતૃતવમાં ભારતે દુનિયભરમાં અનોખી નામના મેળવી: જીતુ વાઘાણી
- ભાવનગરના ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું
- ખાનપુર કાર્યલાયે મોટી સંખ્યામાં જનતા ઉમટી
- ખાનપુર ખાતે આવેલા ભાજપનાં જુના કાર્યાલય પહોંચવા રવાના

- સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી આપી ખાનપુર જવા રવાના થયા
- PM મોદીનું સ્વાગત કરવા જગન્નાથ મંદિરના સંતો મહંતો પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
- પીએમ મોદીને આવકારવા વિજય રૂપાણી અને નીતિન પટેલ એરપોર્ટ પર પહોંચ્યા

- વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પહોંચ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા રાજ્યપાલ ઓ.પી.કોહલી, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રામવિલાસ પાસવાન, કુંવરજી બાવળીયા, વાસણ આહિર વગેરે પહોંચ્યા હતા.
સાદગીભર્યો કાર્યક્રમ કરવામાં આવ્યો
લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહેલીવાર એકસાથે ગુજરાત આવી રહ્યાં છે ત્યારે કોઇ પણ પ્રકારનો દારૂગોળાનો ઉપીયોગ કરવામા નહી આવે સાથે જ ઢોલ નગારા પણ શાંત રહેશે. જીતની ઉજવણી સુરતની ઘટનાને ધ્યાનમાં રાખી ખુબ જ શાંત વાતાવરણમાં કરવામાં આવશે.
સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓનાં મોતના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે ગુજરાત ભાજપે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YPSFpI
No comments:
Post a Comment