કપડવંજ સિવિલ કોર્ટનો ક્લાર્ક બે હજારની લાંચ લેતા પકડાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

કપડવંજ સિવિલ કોર્ટનો ક્લાર્ક બે હજારની લાંચ લેતા પકડાયો


નડિયાદ, તા.13 મે 2019, સોમવાર

કપડવંજ સિવિલ કોર્ટમાં એ.સી.બી.ની ટ્રેપમાં કપડવંજ સિવિલ કોર્ટનો જુનિયર ક્લાર્ક આબાદ ઝડપાઇ ગયો હતો.રૂપિયા ૨૦૦૦ની લાંચ સ્વીકારતા એ.સી.બી.એ ઝડપી પાડયો હતો.

કપડવંજના એક જાગૃત નાગરિકનો કેસ કપડવંજ સિવિલ કોર્ટમાં ચાલતો હતો.જેમાં પુત્રવધુના નામે આવેલ કપડવંજ-મોડાસા રોડ ઉપરની જમીન બાબતે સિવિલ કોર્ટમાં સામાવાળાએ કરેલ દાવા અન્વયે દ્વારા કોર્ટ કમિશનની નિમણુક કરવામાં આવી હતી.જેમાં આરોપી કોર્ટ કમીશન તરીકે હોય જાગૃત નાગરિકના તરફેણમાં પંચનામુ અને નકશો બનાવી આપવા માટે રૂા.૩૦૦૦ ની માંગણી કરવામાં આવી આવી હતી.જેમાં ૧૦૦૦ રૂા પહેલા સ્વીકારવામાં આવ્યા હતા.બાકીના રહેલ ૨૦૦૦ ની માંગણી ચાલુ રાખતા જાગૃત નાગરિકે ખેડા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

જેથી એસીબી અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

જેમાં લાચના છટકામાં રમીઝ ઇકબાલભાઇ શેખ.ઉં-૩૦ રહે,નદી દરવાજા પોલીસ ચોકી સામે કપડવંજને આબાદ લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W0RQfM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages