અમદાવાદ, રવિવાર
મેમનગરમાં આવેલી બેન્કના એટીએમ મશીનોમાં નાણા ભરવા માટેનું કામ કરતી કંપનીના વાહનોમાં ડિઝલ પુરાવ્યા વગર પેટ્રો કાર્ડ સ્વાઈપ કરીને રૃ.૫૮.૫૫.૪૦૦ ની છેતરપિંડી કરવામાં આવી હતી. તપાસમાં કંપનીના કંર્મચારીએ પેટ્રોલપંપના સુપરવાયઝર સાથે મળીને આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવતા સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.
આ બનાવની વિગત મુજબ મેમનગરમાં અવધ બંગ્લોમાં રાઈટર સેફગાર્ડ પ્રા.લી.કંપનીની ઓફિસ આવેલી છે. આ કંપની અઅલગ અલગ બેન્કમાંથી નાણા લાવી જે તે બેન્કના એ.ટી.એમ.મશીનમાં નાણા ભરવાનું કામ કરે છે. નાણા ભરવા માટે કંપની દાર્રા વાહનો એલોટ કરાયેલા છે ઉપરાંત વાહનો રિપેરીંગ કરાવવા, ડિઝલ પુરાવવા, કિલોમીટર નોંધ વગેરેના કામકાજ માટે ફિલ્ટ ઓફિસર સુશીલકુમાર જી.ઝાની નિમણક કરાયેલી છે.
વાહનોમાં ડિઝલ પુરાવવા માટે કંપની તરફથી દરેક કારને પેટ્રો કાર્ડ અપાયા છે.જે ઈન્ડિયન ઓઈલ કંપનીના છે. કંપનીએ આ માટે મેમનગર સ્થિત ક્રિશ્ના પેટ્રોલપંપ નક્કી કરેલો છે.
આ વાહનોમાં ભરાતા ડિઝલ સામે વાહન જેટલા કિલોમીટર ફરે તેની એવરેજ કાઢીને કંપનીની મુંબઈ ઓફિસે મોકલવામાં આવે છે. બીજીતરફ કંપનીએ વાહનોમાં એવરેજ કેમ ઓછી આવે છે એમ પુછતા સુશીલકુમારે વાહનો જુના છે અને કિલોમીટરની ચેન નથી ચાલતી એવું જણાવ્યું હતું. આથી મુંબઈથી ફિલ્ડ વિભાગના અધિકારીઓએ આવીને તપાસ કરતા કંપનીના પેટ્રો કાર્ડ દિશાંત પેટ્રોલ પંપ ચાણક્યપુરી ખાતે પણ સ્વાઈપ થયાનું જમાયું હતું. જોકે આ પેટ્રોલપંપ સાથે કંપનીના કોન્ટ્રાક્ટ થયા ન હતા.તપાસમાં સુશીલકુમાર ઝાએ દિશાંત પેટ્રોલપંપ પર નોકરી કરતા સુપરવાયઝર ભગતભાઈ સાથે મળીને પેટ્રો કાર્ડ વડે સ્વાઈપ કરીને રોકડા નાણા મેળવી લીધા હોવાનું બહાર આવ્યું હતું. આમ સુશીલકુમાર ઝાએ ભગતભાઈ સાથે મળીને રૃ.૫૮,૫૫,૪૦૦ની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે કંપનીના એરિયા મેનેજર અનિલકુમાર એમ.ડોબરીયાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HBKEim
No comments:
Post a Comment