17મી લોકરસભામાં 394 ચૂંટાયેલા સાંસદો પાસે છે સ્નાતકની ડીગ્રી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

17મી લોકરસભામાં 394 ચૂંટાયેલા સાંસદો પાસે છે સ્નાતકની ડીગ્રી


નવી દિલ્હી, તા. 25 મે 2019, શનિવાર

17મી લોકસભા માટે તમામ 542 સીટોના પરિણામ જાહેર થઇ ચૂક્યા છે. જેમાં ભાજપને 303 સીટો મળી છે. રિસર્ચ અનુસાર નવી લોકસભામાં 300 એવા સભ્યો હશે જેઓ પહેલીવાર ગૃહ માટે ચૂંટાયા છે. તેમાં ગૌતમ ગંભીર, રવિશંકર પ્રસાદ, હંસરાજ હંસ, સ્મૃતિ ઇરાની, સની દેઓલ જેવી હસ્તિઓ સામેલ છે.

આ સિવાય લોકસભા માટે ચૂંટાયેલા સાંસદો ઓછામાં ઓછો સ્નાતક સુધી અભ્યાસ કરેલો છે. 27% સાંસદોએ 12માં ધોરણ સુધી અભ્યાસ કરેલો છે. નવા ચૂંટાયેલા સાંસદોમાં 43% સાંસદો પાસે સ્નાતકની ડિગ્રી છે. 25% સાંસદો પાસે માસ્ટર ડીગ્રી છે અને 4% પાસે P.hdની ડીગ્રી છે.

આ ઉપરાંત 17મી લોકસભાના વિજયી ઉમેદવારમાં મહિલાઓની કુલ સંખ્યા 78 છે. મહીલા સાંસદોની અત્યાર સુધીની સૌથી વધારે ભાગીદારી સાથે નવી લોકસભામાં મહીલા સાંસદોની સંખ્યા કુલ સભ્ય સંખ્યાના 17% થઇ જશે. મહીલા સાંસદોની સૌથી ઓછી સંખ્યા નવમી લોકસભામાં 28 હતી.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HT2BrE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages