શિર્ડી ખાતે 14 વર્ષના કિશોરે બાળકી પર બળાત્કાર ગુજાર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 16 May 2019

શિર્ડી ખાતે 14 વર્ષના કિશોરે બાળકી પર બળાત્કાર ગુજાર્યો


(પીટીઆઇ) મુંબઇ, તા.   13 મે 2019, સોમવાર

શિર્ડીમાં રવિવારે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક ૧૪ વર્ષના કિશોરે આઠ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારતા ખળભળાટ મચી ગયો હતો. આ સંદર્ભે શિર્ડી પોલીસ સ્ટેશનના પ્રભારી અનિલ કટકેએ જણાવ્યું હતું કે ૧૪ વર્ષનો આ કિશોર અહીથી ત્રણ કિલોમીટર દૂર નિમગાંવ ખાતેના એક અવાવરું સ્થળે બાળકીને લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઘટના બાદ બાળકીએ તેના વાલીઓને આ બાબતની જાણ કરતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદ બાદ બાળકી અને કિશોર બન્નેની અહેમદનગરની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ હાથ ધરી, આરોપી કિશોરને સુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો.

આ કિશોર સામે આઇપીસીની કલમ ૩૭૬ (બળાત્કાર) અને પોક્સો કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેવું કટકેએ જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vYcwGS

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages