(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 22 મે, 2019, બુધવાર
વિશ્વભરની જેના પર નજર છે એ લોકસભા ચૂંટણીના પરિણામોની ઘડી આવી પહોંચવા સાથે આવતીકાલે જાહેર થનારા ચૂંટણી પરિણામો પૂર્વે આજે શેરોમાં ફરી ઈન્ડેક્સ બેઝડ બે-તરફી સાંકડી વધઘટ બતાવીને અંતે બજારને પોઝિટીવ બંધ આપવામાં આવ્યો હતો. અત્યંત રસપ્રદ બની ગયેલી આ વખતની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં થયેલું મતદાનના રવિવારે ૧૯,મેના અંત બાદ સાંજે એક્ઝિટ પોલમાં મોટાભાગના સર્વેક્ષણમાં આ વખતે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએના સ્પષ્ટ બહુમત સાથેની સરકાર સત્તારૂઢ થશે એવી આગાહી થતાં સપ્તાહની શરૂઆતમાં સોમવારે સેન્સેક્સમાં ૧૪૨૨ પોઈન્ટની અસાધારણ તેજી બાદ ફંડોએ બીજા દિવસે સાવચેતીમાં તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કર્યા બાદ આજે પણ સાવચેતીનું વલણ અપનાવ્યું હતું. અલબત પોઝિટીવ ટ્રેન્ડમાં આજે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ શેરોમાં લેવાલી કરીને અંતે સેન્સેક્સને ૧૪૦.૪૧ પોઈન્ટ વધીને ૩૯૧૧૦.૨૧ અને નિફટી સ્પોટને ૨૮.૮૦ પોઈન્ટ વધીને ૧૧૭૩૭.૯૦ બંધ મૂક્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૬ પૈસા નબળો પડીને રૂ.૬૯.૬૬ રહ્યો હતો.
સેન્સેક્સ બે-તરફી વધઘટમાં નીચામાં ૩૮૯૦૩ અને ઉપરમાં ૩૯૨૪૯ સુધી જઈ અંતે ૧૪૦ પોઈન્ટ વધીને ૩૯૧૧૦
ટ્રેડીંગની શરૂઆત આજે પોઝિટીવ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૮૯૬૯.૮૦ સામે ૩૯૦૮૬.૨૧ મથાળે ખુલીને આરંભથી મજબૂતીમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંકના ત્રિમાસિક પરિણામ પાછળ લેવાલી સાથે આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સીસ બેંક, કોટક બેંક સહિતમાં આકર્ષણે અને ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ ડીવીઆર, હીરો મોટોકોર્પ, મારૂતી સુઝુકી સાથે બજાજ ઓટો સહિતમાં લેવાલી થતાં અને લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ, કોલ ઈન્ડિયા, એશીયન પેઈન્ટસ, વેદાન્તા, ઓએનજીસી સહિતમાં આકર્ષણ સામે ટીસીએસ, યશ બેંક, આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, પાવર ગ્રીડ કોર્પ સહિતમાં વેચવાલીએ નીચામાં ૩૮૯૦૩.૮૭ સુધી આવ્યો હતો. જે ફરી ઘટયામથાળેથી ફંડોની બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લિમિટેડ સહિતમાં લેવાલીએ અને ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ શેરોમાં અને ફાર્મા શેરોમાં પસંદગીની લેવાલી થતાં ઘટાડો પચાવીને સેન્સેક્સ ફરી વધી આવી એક સમયે ૨૭૯.૨૮ પોઈન્ટ વધીને ઉપરમાં ૩૯૨૪૯.૦૮ સુધી પહોંચ્યો હતો. જે અંતે ૧૪૦.૪૧ પોઈન્ટ વધીને ૩૯૧૧૦.૨૧ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ઈન્ટ્રા-ડે ૧૦૭૦૦ની સપાટી ગુમાવી ફરી પાર કરીને અંતે ૨૯ પોઈન્ટ વધીને ૧૧૭૩૭
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૭૦૯.૧૦ સામે ૧૧૭૨૭.૯૫ મથાળે ખુલીને આરંભિક મજબૂતીમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક નબળા પરિણામ છતાં તેજીએ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લિમિટેડ, એક્સીસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક સહિતમાં આકર્ષણે અને ઓટોમોબાઈલ શેરોમાં બજાજ ઓટો, આઈશર મોટર્સ, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, મારૂતી સુઝુકી સહિતમાં લેવાલીએ અને ભારતી એરટેલ સહિતમાં આકર્ષણે મજબૂતી બતાવ્યા બાદ આઈટી શેરોમાં ટેક મહિન્દ્રા, વિપ્રો, ટીસીએસ સહિતમાં વેચવાલી થતાં અને ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર, ગ્રાસીમ, ટાઈટન, જેએસડબલ્યુ સ્ટીલ, ઝી, સિપ્લા સહિતમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૧૬૮૨.૪૦ સુધી આવ્યો હતો. જે ફરી ઘટયામથાળેથી વધી આવીને ઉપરમાં ૧૧૭૮૪.૮૦ સુધી પહોંચી અંતે ૨૮.૮૦ પોઈન્ટ વધીને ૧૧૭૩૭.૯૦ બંધ રહ્યો હતો.
ડી-ડે પૂર્વે એફ એન્ડ ઓમાં નિફટી ૧૨૦૦૦નો કોલ ૯૮.૪૦ થી વધીને ૧૧૭ : નિફટી ૧૧,૫૦૦નો પુટ અંતે ૧૧૦.૩૫
ચૂંટણી પરિણામોના આવતીકાલ-૨૩,મેની ઘડી આવી પહોંચતાં આ ડિસિઝન ડે-દિવસ પૂર્વે એફ એન્ડ ઓમાં પણ કોલ-પુટમાં ખેલંદાઓ અસમંજસની સ્થિતિમાં મૂકાઈ આજે ઓળીયા સરખા કરતાં જોવાયા હતા. નિફટી ૧૨,૦૦૦નો કોલ ૧,૭૨,૯૫૫ કોન્ટ્રેકટસમાં રૂ.૧૫,૭૧૫.૨૯ કરોડના કામકાજે ૯૮.૪૦ સામે ૯૮.૦૫ મથાળે ખુલીને નીચામાં ૮૬.૧૦ થઈ વધીને ૧૩૬.૪૫ સુધી પહોંચી અંતે ૧૧૭ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૧,૦૨,૧૯૧ કોન્ટ્રેકટસમાં રૂ.૮૯૦૦.૩૩ કરોડના કામકાજે ૧૧૦.૪૫ સામે ૧૦૬.૯૦ મથાળે ખુલીને નીચામાં ૯૦ થઈ વધીને ૧૩૫.૬૦ સુધી પહોંચી અંતે ૧૧૦.૩૫ રહ્યો હતો. નિફટી ૧૨,૫૦૦નો કોલ ૮૮,૫૦૭ કોન્ટ્રેકટસમાં રૂ.૮૩૧૪.૭૧ કરોડના કામકાજે ૨૧.૯૫ સામે ૨૪.૮૦ મથાળે ખુલીને નીચામાં ૧૯ અને ઉપરમાં ૩૨ થઈ અંતે ૨૯.૩૫ રહ્યો હતો.
નિફટી ૧૩,૩૦૦નો કોલ ૨.૪૫ થી વધીને ૭.૪૫ થઈ અંતે ૬ : બેંક નિફટી ફયુચર ૩૦,૩૮૮ થી વધીને ૩૦,૬૮૫
નિફટી ૧૩,૩૦૦નો કોલ ૮૩,૧૭૮ કોન્ટ્રેકટસમાં રૂ.૮૨૯૯.૩૬ કરોડના કામકાજે ૨.૪૫ સામે ૨.૪૫ મથાળે ખુલીને નીચામાં ૨.૧૦ થઈ વધીને ૭.૪૫ સુધી જઈ અંતે ૬ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો કોલ ૮૮,૭૭૫ કોન્ટ્રેકટસમાં રૂ.૭૯૮૪.૮૩ કરોડના કામકાજે ૧૬૩.૬૫ સામે ૧૬૭.૧૦ મથાળે ખુલીને નીચામાં ૧૬૦.૦૫ થઈવધીને ૨૧૯.૭૫ સુધી પહોંચી અંતે ૧૯૦ રહ્યો હતો. નિફટી મે ફયુચર ૧,૪૪,૧૨૩ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૭૨૩.૯૯ કરોડના કામકાજે ૧૧,૭૧૫.૧૫ સામે ૧૧,૭૪૦.૨૦ મથાળે ખુલીને નીચામાં ૧૧,૭૧૦ થઈ વધીને ૧૧,૮૩૩.૨૫ સુધી જઈ અંતે ૧૧,૭૯૦ રહ્યો હતો. બેંક નિફટી મે ફયુચર ૧,૫૦,૯૭૭ કોન્ટ્રેકટસમાં રૂ.૯૨૨૬.૧૦ કરોડના કામકાજે ૩૦,૩૮૮.૯૫ સામે ૩૦,૪૨૫.૦૫ મથાળે ખુલીને નીચામાં ૩૦,૩૫૦ અને ઉપરમાં ૩૦,૭૬૯.૯૦ સુધી જઈ અંતે ૩૦,૬૮૫.૯૫ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજી : ઈન્ડસઈન્ડનો નફો ૬૨ ટકા ઘટયા છતાં શેર રૂ.૭૦ વધ્યો : ૈંભૈંભૈં, સ્ટેટ બેક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. ઈન્ડસઈન્ડ બેંકનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૬૨.૨૧ ટકા ઘટીને રૂ.૩૬૦.૧૦ કરોડ અને કુલ આવક ૨૮.૮૭ ટકા વધીને રૂ.૭૫૫૦.૪૩ કરોડ થવા છતાં બેંકે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ડૂબત ધિરાણ પેટે વનટાઈમ જોગવાઈ કરતાં નફો ઘટયાનું જાહેર કરતાં શેરમાં ફંડોની લેવાલીએ રૂ.૭૦ વધીને રૂ.૧૫૧૭.૫૫ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૫.૧૫ વધીને રૂ.૪૦૫.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૩૦ વધીને રૂ.૩૪૦.૮૫, એક્સીસ બેંક રૂ.૬.૨૦ વધીને રૂ.૭૭૯.૩૦, બેંક ઓફ બરોડા રૂ.૧૨૬.૨૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૮.૩૦ વધીને રૂ.૧૪૯૫.૫૦, રિલાયન્સ હોમ ફાઈનાન્સ રૂ.૧.૫૦ વધીને રૂ.૨૦.૮૫, ભારત ફિન રૂ.૬૧.૨૫ વધીને રૂ.૯૫૩.૯૫, અલ્હાબાદ બેંક રૂ.૨.૭૫ વધીને રૂ.૪૭.૮૫, રિલાયન્સ કેપિટલ રૂ.૬.૭૦ વધીને રૂ.૧૨૮.૩૫, જે એન્ડ કે બેંક રૂ.૨.૩૫ વધીને રૂ.૬૦.૬૦, બિરલા મની રૂ.૧.૫૦ વધીને રૂ.૪૭, એચડીએફસી એએમસી રૂ.૫૨ વધીને રૂ.૧૭૦૪.૩૦, આઈડીબીઆઈ બેંક રૂ.૧.૦૫ વધીને રૂ.૩૬.૫૦, ગૃહ ફાઈનાન્સ રૂ.૮.૨૦ વધીને રૂ.૩૧૮.૮૦, જીઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૫.૨૫ વધીને રૂ.૨૫૯ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૦૨.૦૪ પોઈન્ટ વધીને ૩૪૨૦૮.૦૩ બંધ રહ્યો હતો.
ઓટોમોબાઈલ શેરોમાં પસંદગીની તેજી : ટાટા મોટર્સ ડીવીઆર, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. ટાટા મોટર્સ ડીવીઆર રૂ.૨.૨૫ વધીને રૂ.૮૫.૩૫, બજાજ ઓટો રૂ.૬૮.૯૫ વધીને રૂ.૩૦૪૯.૭૦, ટાટા મોટર્સ રૂ.૨.૮૫ વધીને રૂ.૧૭૯.૪૫, હીરો મોટોકોર્પ રૂ.૪૧.૯૫ વધીને રૂ.૨૬૯૮.૮૦, આઈશર મોટર્સ રૂ.૩૦૪.૩૦ વધીને રૂ.૨૧,૨૨૧.૮૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯.૩૫ વધીને રૂ.૭૭૭.૫૦, એમઆરએફ રૂ.૪૦૧.૧૫ વધીને રૂ.૫૪,૯૧૮.૬૦, મારૂતી સુઝુકી રૂ.૪૬.૩૦ વધીને રૂ.૬૯૦૪.૧૦, અપોલો ટાયર રૂ.૧.૦૫ વધીને રૂ.૧૮૩.૧૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨.૧૫ વધીને રૂ.૬૪૦.૯૫ રહ્યા હતા.
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં તેજીનો કરંટ : ભેલ, રિલાયન્સ ઈન્ફ્રા, એબીબી, લાર્સન, કલ્પતરૂ પાવર, સોલાર ઈન્ડસ્ટ્રીઝ વધ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ આજે પસંદગીની લેવાલી કરી હતી. ભેલ રૂ.૧.૯૦ વધીને રૂ.૬૫.૨૫, રિલાયન્સ ઈન્ફ્રા રૂ.૩.૩૦ વધીને રૂ.૧૨૧.૫૦, એબીબી રૂ.૨૬.૨૦ વધીને રૂ.૧૪૫૨.૨૦, અદાણી પાવર રૂ.૪૬.૮૦, કલ્તપરૂ પાવર રૂ.૬.૧૫ વધીને રૂ.૪૯૪.૬૦, એનટીપીસી રૂ.૧.૧૫ વધીને રૂ.૧૨૯.૬૦, સીજી પાવર રૂ.૧.૧૦ વધીને રૂ.૩૮.૯૦, સોલાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૯.૬૫ વધીને રૂ.૧૧૪૧.૫૦, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૮.૨૫ વધીને રૂ.૪૩૮.૪૦, કલ્પતરૂ પાવર રૂ.૬.૧૫ વધીને રૂ.૪૯૪.૬૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૨.૩૫ વધીને રૂ.૧૪૬૦.૫૫, એચઈજી રૂ.૧૯.૧૦ વધીને રૂ.૧૬૫૬.૨૦ રહ્યા હતા.
ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીનું આકર્ષણ : બીપીસીએલ, આઈઓસી, ઓએનજીસી, એચપીસીએલ વધ્યા
અમેરિકામાં ક્રુડનો સ્ટોક વધીને આવતાં ક્રુડના ભાવ સાધારણ નરમાઈ તરફી રહેતાં આજે ઓઈલ-ગેસ શેરોમાં પણ આજે ફંડોની લેવાલી રહી હતી. બીપીસીએલ રૂ.૯.૬૦ વધીને રૂ.૩૮૪.૩૦, આઈઓસી રૂ.૨.૨૫ વધીને રૂ.૧૫૫.૬૦, ઓએનજીસી રૂ.૨.૨૫ વધીને રૂ.૧૭૬.૫૫, એચપીસીએલ રૂ.૩.૬૦ વધીને રૂ.૨૮૮.૭૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩૪૦.૭૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું સીલેકટીવ બાઈંગ : ૧૩૩૬ શેરો પોઝિટીવ બંધ : ૧૮૭ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડોનું પસંદગીનું આકર્ષણ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૦૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૩૬ અને ઘટનારની સંખ્યા ૧૧૯૩ રહી હતી. ૧૮૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એફઆઈઆઈની કેશમાં રૂ.૯૬૫ કરોડ, સ્ટોક ફયુચર્સમાં રૂ.૪૮૦ કરોડની ચોખ્ખી વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે કેશમાં રૂ.૯૬૫.૦૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૬૮૫.૫૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૬૫૦.૫૬ કરોડન વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૫૭.૭૫ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૫૭૯.૨૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૭૩૭.૦૩ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૧૩૫.૮૫ કરોડની ચોખ્ખી ખરીદી સામે સ્ટોક ફયુચર્સમાં રૂ.૪૮૦.૨૪ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી.
આજે સેન્સેક્સ-નિફટીમાં ઉપલી સર્કિટ લાગશે કે નીચલી સર્કિટ ? સર્કિટના નિયમો પર નજર
ચૂંટણી પરિણામોની ઘડી આવી પહોંચી છે ત્યારે આવતીકાલે-ગુરૂવારે ૨૩,મે ૨૦૧૯ના શું થશે અને આ પરિણામો બજારમાં ઈન્ડેક્સની ઉપલી સર્કિટ બતાવશે કે નીચલી સર્કિટ એ વિશે બજારના મોટા વર્ગમાં આતુરતાં છે. ત્યારે ઈન્ડેક્સના સર્કિટના નિયમો શું છે, એ જાણીએ. જો બજારમાં બપોરે એક વાગ્યા પહેલાં ૧૦ ટકાની ઈન્ડેક્સમાં સર્કિટ લાગે પછી એ ઉપલી હોય કે નીચલી સર્કિટ ૪૫ મીનિટનો વિરામ રહેશે અને આ વિરામ બાદ પ્રિ-ઓપન કોલ ઓક્શન સેશન ૧૫ મીનિટનું રહેશે. જ્યારે એક વાગ્યા બાદ અને ૨:૩૦ વાગ્યા સુધીમાં ૧૦ ટકા સર્કિટ લાગશે તો ૧૫ મીનિટનો બજાર હોલ્ટ-વિરામ રહેશે, આ વિરામ બાદ ૧૫ મીનિટ પ્રિ-ઓપન કોલ ઓકશન સેશન રહેશે. બપોરે ૨:૩૦ વાગ્યા બાદ કોઈ વિરામ-બજાર હોલ્ટ રહેશે નહીં. જો બજારમાં ૧૫ ટકાની સર્કિટ એક વાગ્યા પહેલા લાગશે તો એક કલાક ૪૫ મીનિટનો વિરામ રહેશે અને ત્યાર બાદ ૧૫ મીનિટ પ્રિ-ઓપન કોલ ઓકશન રહેશે. જો એક વાગ્યા બાદ અને ૨:૦૦ વાગ્યા સુધીમાં ૧૫ ટકા સર્કિટ લાગે તો ૪૫ મીનિટનો વિરામ રહેશે. અને ત્યાર બાદ ૧૫ મીનિટ પ્રિ-ઓપન કોલ ઓકશન રહેશે. જ્યારે બે વાગ્યા બાદ૧૫ ટકા સર્કિટ લાગવાના કિસ્સામાં બજાર બાકીનો પૂરો સમય બંધ રહેશે. જો બજારમાં કામકાજનો કોઈપણ કલાકોમાં ૨૦ ટકાની સર્કિટ લાગશે તો બજાર દિવસના બાકી સમયમાં પૂર્ણ બંધ થશે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QgJGKT
No comments:
Post a Comment