11 સ્ટેડિયમમાં 46 દિવસમાં 48 મેચો રમાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 28 May 2019

11 સ્ટેડિયમમાં 46 દિવસમાં 48 મેચો રમાશે

પીચ કોને યારી આપશે ? કેવો છે સ્ટેડિયમનો વર્લ્ડ કપ રેકોર્ડ ?

૨૦૧૯નો વર્લ્ડ કપ ઈંગ્લેન્ડના ૧૧ સ્ટેડિયમ પર રમાશે જેમાં ૪૬ દિવસ ચાલનારા વર્લ્ડ કપની ૪૮ મેચો રમાશે. ઈંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપ રમાઇ રહ્યો છે. ૧૯૭૫, ૧૯૭૯ અને ૧૯૮૩માં સળંગ ત્રણ વખત વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં રમાયા હતા. ત્યારપછી ૧૯૯૯માં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ યોજાયો હતો. આમ પાંચમી વખત ઈંગ્લેન્ડ વર્લ્ડ કપનું યજમાન બન્યું છે.

ઈંગ્લેન્ડમાં સામાન્ય રીતે પેસ બોલરોને પીચ પરથી ઉછાળ મળતો હોય છે પણ જે છેલ્લી કેટલીક મેચો રમાઇ તે હાઇ સ્કોરિંગ હોવાથી એવું અનુમાન કરાય છે કે આ વખતે બોલરોને શ્રમ કરવો પડશે અને જશ નહીં મળે. વર્લ્ડ કપ જે સ્ટેડિયમો પર રમાવાનો છે તેની ઝલક મેળવી લઇએ.


ઓલ્ડટ્રેફર્ડ: માન્ચેસ્ટરમાં વર્લ્ડ કપની ૧૧ મેચો રમાઇ છે. ૧૯૯૯ના વર્લ્ડ કપમાં પણ ભારત - પાકિસ્તાન વચ્ચેની મેચ ઓલ્ડટ્રેફર્ડમાં રમાઇ હતી. આ વખતે ૧૬ જૂને ભારત પાકિસ્તાન મુકાબલો અહીં યોજાશે. ભારત વર્લ્ડ કપની પાંચ મેચો અહીં રમ્યું છે જેમાં ૩ જીત્યું છે ને બેમાં ંહાર્યું છે. આ વખતે વિન્ડિઝ સામે ૨૭ જૂને પણ ભારતને આ જ ગ્રાઉન્ડ પર રમવાનું છે.



લોર્ડઝ:
લંડનના લોર્ડઝ ગ્રાઉન્ડનો પરિચય આપવાની જરૂર છે ખરી ? અગાઉ ઈંગ્લેન્ડમાં યોજાયેલ ચારેય વર્લ્ડ કપની ફાઇનલ લોર્ડઝમાં રમાઇ છે. ૧૯૭૫ અને ૧૯૭૯માં વેસ્ટ ઈંડિઝે, ૧૯૮૩માં ભારતે અને ૧૯૯૯માં ઓસ્ટ્રેલિયાએ લોર્ડઝમાં રમાયેલ ફાઇનલ સાથે વર્લ્ડ કપ જીત્યો હતો. આ વખતે રાઉન્ડ રોબીનમાં ચાર મેચો અને ફાઇનલ લોર્ડઝમાં રમાશે. કુલ ૧૦ વર્લ્ડ કપ મેચો લોર્ડઝમાં યોજાઇ ચૂકી છે. ભારતની કોઇ લીગ મેચ લોર્ડઝમાં નથી.


એજબાસ્ટન: બર્મિંગહામનું આ ગ્રાઉન્ડ ઈંગ્લેન્ડ મહત્વનું ક્રિકેટ કેન્દ્ર છે. આ શહેરમાં એશિયનોની મહત્તમ વસ્તી છે. વર્લ્ડ કપના ઈતિહાસની યાદગાર મેચો પૈકીની ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટાઇ મેચ અહીં રમાઇ હતી. ભારતને બે મેચ આ ગ્રાઉન્ડ પર રમવાની છે જેમાં એક ઈંગ્લેન્ડ સામે છે. આ ઉપરાંત આ વર્લ્ડ કપની એક સેમિ ફાઇનલનું યજમાન પણ આ ગ્રાઉન્ડ છે. વર્લ્ડ કપની કુલ ૧૧ મેચો આ ગ્રાઉન્ડ પર રમાઇ ચૂકી છે.


ધ ઓવલ: લંડનમાં આવેલ ઓવલ પણ લોર્ડઝ પછીનું બીજા નંબરનું ઐતિહાસિક કહી શકાય. ઈંગ્લેન્ડના ઈતિહાસની સૌપ્રથમ ટેસ્ટ ૧૮૮૦માં ઓવલમાં રમાઇ હતી. 'એશિઝ' સીરીઝની મોટેભાગે આખરી ટેસ્ટ ઓવલમાં રમાય છે. સરે કાઉન્ટીનું હોમ ગ્રાઉન્ડ છે. અહીં વર્લ્ડ કપની ૧૦ મેચો રમાઇ છે. ૩૦ મેના રોજ આ વર્લ્ડ કપની ૧૦ સૌ પ્રથમ મેચ ઈંગ્લેન્ડ - સાઉથ આફ્રિકા વચ્ચે ઓવલમાં રમાશે. ભારત આ ગ્રાઉન્ડ પર બે મેચ મેચ રમ્યું છે અને બંનેમાં તેનો પરાજય થયો હતો. ૯ જૂને ઓસ્ટ્રેલિયા સામે ઓવલમાં ટકરાવાનું છે.


હેડિંગ્લે: લીડ્ઝ વર્લ્ડ કપની સૌથી વધુ ૧૨ મેચો યોજવાનો રેકોર્ડ ધરાવે છે. યોર્કશાયર કાઉન્ટીનું આ હોમ ગ્રાઉન્ડ છે. ભારત શ્રીલંકા સામેની તેની રાઉન્ડ રોબિન આખરી મેચ આ ગ્રાઉન્ડ પર રમશે. ભારત ભૂતકાળના વર્લ્ડ કપમાં આ ગ્રાઉન્ડ પર બે મેચ રમ્યું છે જેમાં એકમમાં જીત અને એકમાં હાર થઇ હતી.


કાર્ડિફ: કાર્ડિફના સોફિયા ગાર્ડન સ્ટેડિયમ પર વર્લ્ડ કપની એક જ મેચ યોજાઇ છે. ૧૯૯૯ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ આ ગ્રાઉન્ડ પર રમાઇ હતી. હવે તો અહીં અવારનવાર આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમાય છે. આ ગ્રાઉન્ડની પીચ ૩૦૦ પ્લસ રન માટે જાણીતી છે. ૨૦૧૩ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે રમાયેલી મેચોમાં આ ગ્રાઉન્ડ પર ૧૦ વખત ૩૦૦ પ્લસ સ્કોર નોંધાયો છે.


બ્રિસ્ટોલ: વર્લ્ડ કપની ત્રણ મેચો આ શહેરના કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાઇ છે. ૧૯૮૩ અને ૧૯૯૯ની મેચોનો સમાવેશ થાય છે. તેંડુલકરને આ ગ્રાઉન્ડ કાયમ યાદ રહેશે કેમ કે પિતાજીનું નિધન થતા તે ભારત પરત આવ્યો હતો અને અંતિમ ક્રિયામાં ભાગ લઇ ફરી ઈંગ્લેન્ડ ટીમ જોડે જોડાતા કેન્યા સામેની મેચમાં આ ગ્રાઉન્ડ પર તેણે ૧૪૧ રન ફટકાર્યા હતા.


ટ્રેન્ટ બ્રીજ: નોટિંગહામ કાઉન્ટીનું આ હોમગ્રાઉન્ડ છે. વન ડે ઈન્ટરનેશનલની સૌપ્રથમ મેચ ૧૯૭૪માં આ ગ્રાઉન્ડ પર યોજાઇ હતી. ૧૧ મેચો વર્લ્ડ કપની ટ્રેન્ટ બ્રીજમાં રમાઇ છે. ભારત અને ન્યૂઝીલેન્ડનો મુકાબલો આ વખતે આ ગ્રાઉન્ડ પર ૧૩ જૂને થશે. ભારત ભૂતકાળમાં વર્લ્ડ કપમાં બે મેચ રમ્યું છે અને  બંનેમાં હાર્યુ હતું.


રોઝ બોલ: સાઉધમ્પટનનું આ ગ્રાઉન્ડ હેમ્પશાયર કાઉન્ટીનું હોમ ગ્રાઉન્ડ છે. ભારત આ વર્લ્ડ કપની તેની પ્રથમ મેચ પાંચ જૂને સાઉથ આફ્રિકા સામે અને તે પછી ૨૨ જૂને અફઘાનિસ્તાન સામે રમશે. આ વર્લ્ડ કપની પાંચ મેચો અહીં રમાનાર છે.  


ચેસ્ટર-લે-સ્ટ્રીટ: ચેસ્ટર સ્ટેડિયમના ગ્રાઉન્ડનું નામ રિવરસાઇડ છે. ૧૯૯૬માં તે બન્યું હતું. ૧૯૯૯માં આ ગ્રાઉન્ડ પર ચાર મેચ યોજાઇ હતી. આ વખતે શ્રીલંકાની  બે મેચ તેમજ ઈંગ્લેન્ડની ૧ મેચ ફાળવાઇ છે.



કાઉન્ટી ગ્રાઉન્ડ: ટાઉન્ટનના આ ગ્રાઉન્ડ પર ગાંગુલીએ ૧૮૩ અને દ્રવિડે ૧૫૩ રન ફટકારી ૧૯૯૨ના વર્લ્ડ કપમાં બીજી વિકેટની ૩૧૮ રનની ભાગીદારી શ્રીલંકા સામે નોંધાવી હતી. વર્લ્ડ કપની ત્રણ મેચો અહીં રમાઇ ચૂકી છે.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YXFbZ9

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages