ગળ્યું ખાવાથી જ નહીં પરંતુ આ કારણોથી પણ થઈ શકે છે ડાયાબિટીસ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

ગળ્યું ખાવાથી જ નહીં પરંતુ આ કારણોથી પણ થઈ શકે છે ડાયાબિટીસ


અમદાવાદ, 9 એપ્રિલ 2019, મંગળવાર

ડાયાબિટીસની બીમારી આજના સમયમાં સામાન્ય થઈ ચુકી છે. નાની ઉંમરમાં પણ આ બીમારી લોકોને થઈ જતી હોય છે. આ બીમારી સાંભળવામાં સામાન્ય જણાય છે પરંતુ તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે.

સામાન્ય રીતે લોકોના મનમાં એવી માન્યતા ઘર કરી ચુકી છે કે ડાયાબિટીસ ગળ્યું ખાવાની આદતથી જ થાય છે. પરંતુ આ એક ભુલ ભરેલી માન્યતા છે કારણ કે ડાયાબિટીસ એક લાઈફસ્ટાઈલ સંબંધિત બીમારી છે અને તે થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય શકે છે. તો ચાલો આજે જાણો ડાયાબિટીસ થવાના 5 મુખ્ય કારણ.

ખરાબ લાઈફસ્ટાઈલ

ડાયાબિટીસ થવાનું સૌથી વધારે સામાન્ય કારણ આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ છે. નાની ઉંમરના લોકોને આ બીમારી થવા પાછળ તેમની લાઈફસ્ટાઈલ જવાબદાર છે. આ ઉપરાંત શારીરિક અને માનસિક નિષ્ક્રિયતા પણ ડાયાબિટીસનું કારણ બને છે. જો તમારે ડાયાબિટીસથી બચવું હોય તો આજથી જ તમારી લાઈફ સ્ટાઈલ બદલી દો જેથી આ ભયંકર બીમારીથી બચી શકાય.

વારસાગત કારણ

આમ તો ડાયાબિટીસ થવાના અનેક કારણ છે પરંતુ તેમાંથી એક વારસાગત કારણ પણ છે. જો પરીવારમાં માતા પિતા, ભાઈ  બહેનને ડાયાબિટીસ હોય તો ભવિષ્યમાં તમને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે. 

વજન

સમય ભોજન ન લેવું અને જંક ફૂડનું પ્રમાણ વધારે હોય તો ડાયાબિટીસ થઈ શકે છે. તેમાં પણ જો તમારું વજન વધારે હોય અને તેમને બીપી પણ હોય તો ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. વધારે પ્રમાણમાં ગળ્યું ભોજન લેવું અને ઓછું પાણી પીવાથી ડાયાબિટીસ થઈ શકે છે. 

શરીરમાં ઈન્સુલિન ન બનવુ

માનવ શરીરમાં ઈંસુલિન દ્વારા પહોંચાડવામાં આવેલી શુગરથી જ કોશિકાઓ અને સેલ્સને એનર્જી  મળે છે. ડાયાબિટીસની સ્થિતિમાં ઈંસુલિન હોર્મોનનું નિર્માણ ઓછા પ્રમાણમાં થાય છે અને ઈંસુલિન ઓછું બને છે ત્યારે કોશિકાઓ સુધી અને રક્ત સુધી શુગર બરાબર રીતે પહોંચતી નથી જેના કારણે એનર્જી મળતી નથી અને શરીરને નુકસાન થાય છે. 

પેન્ક્રિયાઝ ગ્રંથિ

શરીરમાં પેંક્રિયાજ ગ્રંથીથી જ હોર્મોન્સ નીકળે છે. તેમાંથી એક ઈંસુલિન અને ગ્લૂકોન છે. ઈંસુલિન માનવ શરીર માટે ખૂબ ઉપયોગી છે કારણ કે તેના માધ્યમથી જ રક્ત અને કોશિકાઓને શુગર મળે છે.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VwA3tB

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages