
નવી દિલ્હી, 29 માર્ચ 2019, શુક્રવાર
ચોરી કરવી મહાપાપ ગણાય છે. ચોરી કરતાં વ્યક્તિને તેના માટે સજા પણ કરવામાં આવે છે, પરંતુ આપણા દેશમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં ચોરી કરનાર વ્યક્તિને સજા નથી થતી પરંતુ તેની મનની ઈચ્છા પૂરી કરવામાં આવે છે.
આ મંદિરમાં ચોરી કરનારની મનની ઈચ્છા પૂરી થાય છે. ઉત્તરાખંડના ચુડિયાલા ગામમાં આવેલું છે એક પ્રાચીન મંદિર. આ અનોખું મંદિર છે સિદ્ધપીઠ ચૂડામણી દેવીનું. અહીં ભક્તો ચોરી કરે છે તેની પાછળ એક રહસ્ય છુપાયેલું છે.
મંદિરમાં ચોરીની પ્રથાની કહાની
વર્ષો પહેલા અહીં એક સંતાન વિહીન રાજા રહેતો હતો. એક દિવસ તે જંગલમાં શિકાર કરવા માટે ગયો અને તેને ત્યાં માતાની પિંડીના દર્શન થયા. રાજાએ તેના દર્શન કરી અને પુત્ર પ્રાપ્તિની પ્રાર્થના કરી. માતાએ તેમની પ્રાર્થના સ્વીકારીએને રાજાને ત્યાં થોડા માસ બાદ પુત્રનો જન્મ થયો. ત્યારબાદ રાજાએ આ સ્થાન પર ભવ્ય મંદિર બનાવડાવ્યું.
આ મંદિરમાં સંતાનની ઈચ્છા રાખતા પતિ પત્ની આવે છે અને માતા સમક્ષ શીશ ઝુકાવે છે. માતાના ચરણોમાં એક લાકડાનું પુતળું રાખવામાં આવે છે અને તેને દંપતિએ ચોરી કરવાનું હોય છે. દર્શન કર્યા બાદ દંપતિ આ પુતળું ઘરે લઈ જાય છે. જ્યારે સંતાનનો જન્મ થાય છે ત્યારે તેઓ અહીં આવી ભંડારો કરે છે.
આ મંદિર પર એક શક્તિપીઠ છે. માતા સતીના અંગ અને આભૂષણ જે સ્થાન પર પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. માન્યતા છે કે અહીં માતા સતીનો ચૂડો પડ્યો હતો એટલે આ સ્થાનનું નામ ચૂડામણી પડ્યું છે. અહીં નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવે છે.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TMqTXW
No comments:
Post a Comment