સલમાનની 'કિક ટુ'માં દિશા પટણી કામ કરે તેવી શક્યતા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

સલમાનની 'કિક ટુ'માં દિશા પટણી કામ કરે તેવી શક્યતા



મુંબઇ, તા. 9 એપ્રિલ 2019, મંગળવાર

સલમાનની આગામી ફિલ્મ 'કિક ટુ' બનવાની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. ફિલ્મ 'કિક' બોક્સ ઓફિસ પર સફળ રહી હતી, અને હવે સીકવલની તૈયારી થઇ રહી છે. 

સલમાન અને જેકલિન મૂળ કીક ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. હવે પણ આ જોડી સિકવલમાં સાથે દેખાવાની છે. ફિલ્મની વાર્તામાં થોડો ફેરફાર કર્યો હોવાથી હવે આ વખતે આ ફિલ્મમાં બે હિરોઇન હશે. 

તેથી બીજી અભિનેત્રી તરીકે દિશા પટાણીનું નામ આવી રહ્યું છે. જેકલિન અને દિશા બન્ને સલમાન સાથે કામ કરતી જોવા મળશે. 

કહેવાય છે કે, '' સલમાન અને દિશા 'ભારત'માં સાથે કામ કરી રહ્યા છે. દિશાની અદાકારીથી સલમાન અંજાઇ ગયો છે. દિશાને જો વધુ સારો માર્ગદર્શક મળે તો તે વધુ સારું કામ કરી શકેે એમ   સલમાનને લાગે  છે. તેથી અભિનેતાએ નિર્માતા સજિદ ખાન સાથે વાત કરી છે અને જેકલિન સાથે દિશાને પણ મહત્વનું પાત્ર ફાળવવાની સૂચના આપી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OZt2iu

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages