અમેરિકામાં ચૈત્રીની ઉજવણી ન્યુજર્સી ખાતે બ્રહ્મ મહોત્સવ, અનુષ્ટાન, યજ્ઞા, હિંડોળા યોજાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 18 April 2019

અમેરિકામાં ચૈત્રીની ઉજવણી ન્યુજર્સી ખાતે બ્રહ્મ મહોત્સવ, અનુષ્ટાન, યજ્ઞા, હિંડોળા યોજાશે



ન્યુજર્સી, તા. 8 એપ્રિલ 2019, સોમવાર

ન્યુજર્સી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે બ્રહ્મ મહોત્સવ ભજન, તપ, વ્રત, અનુષ્ઠાન, યજ્ઞા, હિંડોળાનું આયોજન (અમેરિકામાં સર્વ પ્રથમ) ધંધાનું ફળ કેવલ ધન નહીં પણ નફો છે. તપ, વ્રત, ભજન, યાત્રા, પ્રદક્ષિણા માળા આદિક કરીને ભગવાનની સાથે હેત વધારવાનું છે. 

એમ આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરામસ- શવ  ખાતે શ્રી આનંદસ્વામીએ કહ્યું હતું. ઝાઝાજીવન ભગવાન ભજે એવા સંકલ્પ સાથે ગુરુદેવશાસ્ત્રીજી મહારાજે અવનવા આયોજન કરી લાખો જીવોને ભગવાનના સુખેસુખિયા કર્યા છે. એક રીતે ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસનું સ્વામીના સંકલ્પાનુસાર એમના ૨૫૦ જેટલા સંતપાર્ષદો વિવિધ આયોજનો સંપ્રદાયને આપી રહ્યાં છે.

પરામસ ન્યુજર્સી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા શ્રી રામચંદ્રજી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટય પૂર્વેના નવ દિવસ 'બ્રહ્મોત્સવ' તરીકે ઉજવવાનું આયોજન કરાયું છે. શ્રી આનંદસ્વામીના જણાવ્યાનુસાર ઘણા ભાવિકો ચૈત્ર સુદ એકમથી નોમ-નવરાત્રીના આ દિવસો દરમિયાન સાધકો પોતપોતાના ઇષ્ટની આરાધના કરતાં હોય છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રથમ વખત બ્રહ્મ મહોત્સવ સાધના આરાધનાનું પર્વ ગુરુકુલ પરિવાર મનાવશે.

તા. ૬ થી ૧૪ એપ્રિલ નવ દિવસ સજળા ઉપવાસ, નવ દિવસ ત્રણ ત્રણ કોળિયાનું હરિ ચાંદ્રાયણ, નવ દિવસ ફળાહાર- કાચુ જમવાનું, નવ દિવસ દિવસમાં એક જ વખત જમવાનું એ પ્રકારના તપ તેમજ રોજ ૧૦૦૮ કે ૧૪૦૦૦ સ્વામિનારાયણ મંત્રના જપ કરવાનાં તથા નવ દિવસ પોત પોતાના ઘરે પારણીયામાં ભગવાનને સવાર સાંજ ૨૦ મિનિટ સુધી પ્રાર્થના સાથે કીર્તન ગાઇને, પૂજન દ્વારા આરાધના કરવાની.

અમેરિકાની ધરતી ઉપર સર્વ પ્રથમ સંપૂર્ણ વચનામૃત યજ્ઞા તથા સંપૂર્ણ ભક્ત ચિંતામણી યજ્ઞામાં ભક્તો નવ દિવસ લાભ લઇ શકશે. સમય સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી. વધુમાં નવ દિવસ તા. ૧૦ થી ૧૪ એપ્રિલ ગુરુકુલમાં રહીને ભજન, ભક્તિ, ધ્યાન, સત્સંગ, યજ્ઞા, અનુષ્ઠાન, ભક્તિ, નૃત્ય, પ્રદક્ષિણા, પૂજન, પાઠ વગેરેમાં ભાગ લઇ શકશે. આ બ્રહ્મમહોત્સવમાં સાંજે ૭ થી ૯ દરમિયાન સંતો-ભક્તો ભક્તિ નૃત્યમાં ભાગ લેશે.

રોજ ભગવાનનું સોડષોપચાર પૂજન થશે તેમજ ઠાકોરજીનો રોજ અભિષેક તથા રામનૌમીની રાત્રે ગુરુકુલ સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે અખંડ, ધૂન, અખંડ મંત્ર લેખનની સાથે ભવ્યાતિ ભવ્ય રીતે પ્રાગટય ઉત્સવ ઉજવાશે. સંસ્કૃતિક પ્રદર્શન, લાઇટ એન્ડ સાઉન્ડ વિઝન શોનો લાભ સહુ કોઇ લઇ શકશે. બહાર ગામથી તા. ૬ થી ૧૪ એપ્રિલ દરમિયાન ગુરુકુલમાં રહીને મહિલા-પુરુષો લાભ લઇ શકશે.



from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GtnARd

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages