દીપિકા અને રણબીર કપૂર રૂપેરી પડદે ફરી જોડી જમાવશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

દીપિકા અને રણબીર કપૂર રૂપેરી પડદે ફરી જોડી જમાવશે

(પ્રતિનિધિ દ્વારા)       મુંબઇ,તા.30 માર્ચ 2019,શનિવાર

ભૂતપૂર્વ પ્રેમીપંખીડા ભૂતકાળ ભૂલી જઇને વ્યવસાયિક વલણ અપનાવી રહ્યા  છે. દીપિકા અને રણબીર રૂપેરી પડદે ફરી જોડી જમાવે તેવી વાત મનોરંજન દુનિયામાં થઇ રહી છે. તેઓ લવરંજનની એકશન ફિલ્મમાં સાથે કામ કરવાના છે. જોકે આ બાબતની સત્તાવાર ઘોષણા હજી કરવામાં આવી નથી. 

સૂત્રની વાત  સાચી માનીએ તો, દીપિકા પદુકોણ અને રણબીર કપૂર લવરંજનની  ફિલ્મમાં સાથે કામ કરવાના છે. આ ફિલ્મમાં અજય  દેવગણ પણ મહત્વના પાત્રમાં જોવા મળશે. દીપિકા અને રણબીરે છેલ્લે ' તમાશા'માં સાથે કામ કર્યું હતું. હાલ તેઓ એક  વિજ્ઞાાપનમાં સાથે દેખાઇ રહ્યા છે. દીપિકા-રણબીર અને અજય દેવગણની આ ફિલ્મ એકશન ફિલ્મ હશે. અજય અને રણબીર રૂપેરી પડદે પિતા-પુત્રના પાત્રમાં જોવા મળશે.

હાલ  દીપિકા ફિલ્મ 'છપાક'ના શૂટિંગમાં વ્યસ્ત છે, અને અજય દેવગણ 'તાનાજી...' ફિલ્મનું શૂટિંગમાં વ્યસ્ત  છે. તેથી બન્ને કલાકારો પોતપોતાની ફિલ્મોના શૂટિંગ પૂરા કર્યા બાદ જ આ ફિલ્મ પર કામ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મનું શૂટિંગ આ વરસના અંતમાં શરૂ થાય તેવી શક્યતા છે. 

પહેલા એવી વાત હતી કે દીપિકા લગ્ન બાદ રણબીર  સાથે કામ કરવાની છે. ફરી આ વાત ચર્ચાઇ રહી છે, પરંતુ હજી  સત્તાવાર  ઘોષણા કરવામાં આવી નથી.

 હાલ  દીપિકા પોતાના નિર્માણહાઉસની મેઘના ગુલઝાર  દિગ્દર્શિત  ફિલ્મ 'છપાક'ના શૂટિંગમાં વ્યસ્ત છે. જે  એસિડ હુમલાનો ભોગ બનેલી લક્ષ્મી પર આધારિત છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ODjeKH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages