
બે એરિયા, તા. 8 એપ્રિલ 2019, સોમવાર
અનુપમ મિશન, સાનફ્રાન્સિસ્કો બે એરિયા સત્સંગ મંડળના હરિભક્તોએ સંત ભગવંત સાહેબજીના ૮૦મા પ્રાગટય દિવસની શનિવાર ૩૦ માર્ચ, ૨૦૧૮ના રોજ ફ્રિમોન્ટ શહેરના કોમ્યુનિટી ઓફ ક્રિસ્ટ ઓડિટોરિયમમાં શાનદાર ઉજવણી કરી હતી.
અનુપમ મિશનના હરિભક્તોએ અને સદ્ગુરુઓ ભગવા વસ્ત્રો ધારણ કર્યા વગર જ સમાજમાં રહીને કર્મયોગના માર્ગે ચાલી સમાજ પાસેથી જે મેળવ્યું છે તેમાંથી ઘણું અધિક શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સમાજસેવા દ્વારા આપી સુખિયા થવાનો રાહ ચીંધે છે.
સાનફ્રાન્સિસ્કો બે એરિયામાં સૌ હરિભક્તોના હૃદયે વસેલા ગુરૂવર્ય સંત ભગવંત અને સાહેબદાદાના ૮૦મા વર્ષના પ્રગટય પર્વની ઉજવણી પ્રસંગે અનુપમ મિશન એલન ટાઉન (પેન્સીલવેનિયા)થી પૂ. સંતો નરેન્દ્રભાઈ અને પૂ. અરવિંદભાઈએ અત્રે પધારી ને સોનામાં સુગંધ ભરી દીધી હતી.
આજના મહામુલા પ્રસંગે યોજાયેલી પ્રાગટય દિવસ સભામાં એલનટાઉનથી પધારેલા સંતોએ સાહેબદાદા સાથેના તેમના મધુર પ્રેરણાદાયક સંસ્મરણો પણ જણાવ્યા હતા.
૨થી ૬ વર્ષના બાળકો જહાન્વી, આસ્થા, નિષ્ઠા,સાન્વી, આરવ, આશી, તપન,સુહાની વેદ વિ.એ 'પ્રગટ ભગવાનનું શરણ અને દ્રઢ આશ્રયો' વિષય ઉપર આશરે ૮ મિનીટની સ્ક્રીપ્ટ ઉપર સુંદર અભિનય કરી સૌના મન મોહી લીધા હતા.
પ્રાગટય દિવસ નિમિત્તે યોજાયેલા પ્રાગટયદિન સભા ઉપરાંત પૂ. સંતો અને હરિભક્તોએ બે એરિયામાં વિચરણ કરી ધર્મલાભ લીધો હતો.
અનુપમ મિશન સાનફ્રાન્સિસ્કો પરિવારના ભાવેશભાઈ, છાયાબેન તથા સૌ હરિભક્તોના સાથ- સહકારથી પ્રાગટય પર્વની ઉજવણી શાનદાર રીતે થઈ હતી. સૌ હરિભક્તો મહાપ્રસાદ લઈ છૂટયા પડયા હતા.
from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GllsKT
No comments:
Post a Comment