એન્ફિલ્ડ, તા.૧૦
ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ક્વાર્ટર ફાઈનલના ફર્સ્ટ લેગના મુકાબલામાં ઈંગ્લિશ કલબ લીવરપૂલ અને ટોટેનહામ વિજેતા બનીને બહાર આવ્યા હતા. ઘરઆંગણે એન્ફિલ્ડમાં રમી રહેલા લીવરપૂલે ૨-૦થી એફસી પોર્ટોને પરાસ્ત કરી હતી. જ્યારે ટોટેનહામે ૧-૦થી માન્ચેસ્ટર સિટીને પરાજીત કર્યું હતુ. આ મેચ ટોટેનહામના ઈંગ્લિશ સ્ટ્રાઈકર હેરી કેનને એન્કલની ઈજા થઈ હતી.
લીવરપૂલે ઘરઆંગણાના ચાહકોની હાજરીમાં શાનદાર દેખાવ કરતાં બે ગોલ ફટકાર્યા હતા. નાબી કેઈટા અને રોબેર્ટો ફિર્મિંગોએ નોંધાવેલા ગોલને સહારે લીવરપૂલે જીત હાંસલ કરી હતી. બંને ગોલ પ્રથમ હાફમાં જ નોંધાયા હતા. એફસી પોર્ટોના ખેલાડીઓનો દેખાવ સરેરાશ રહ્યો હતો અને હવે તેઓએ સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટે લીવરપૂલને ઘરઆંગણાની મેચમાં બે થી વધુ ગોલના અંતરથી હરાવવું પડશે.
ઓલ ઈંગ્શિલ ક્વાર્ટર ફાઈનલનો મુકાબલો ભારે રોચક બની રહ્યો હતો. ઘરઆગણાના મેદાન પર રમી રહેલા ટોટેનહામ સ્પર્સે ૧-૦થી માન્ચેસ્ટર સિટીને મહાત કર્યું હતુ. મેચનો એકમાત્ર ગોલ ૭૮મી મિનિટે ટોટેનહામના સોન હ્યુંગ મિને નોંધાવ્યો હતો. આ મુકાબલામાં શરૃઆતના હાફમાં કોઈ ટીમ ગોલ ફટકારી શકી નહતી. બીજા હાફના પ્રારંભિક તબક્કામાં જ સાઈડ લાઈનની નજીક બોલ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસમાં સિટીના ફાબિયાન ડેલ્ફ અને હેરી કેન ટકરાયા હતા, જેમાં કેનને એન્કલની ઈજા થઈ હતી અને ત્યાર બાદ તેને મેદાન છોડવું પડયું હતુ.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IqEmD5
No comments:
Post a Comment