ચીનમાં બોલીવૂડ ફિલ્મોએ એક વર્ષમાં કરી 1300 કરોડની કમાણી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

ચીનમાં બોલીવૂડ ફિલ્મોએ એક વર્ષમાં કરી 1300 કરોડની કમાણી


નવી દિલ્હી,તા.30.માર્ચ 2019, શનિવાર

ચીનની પ્રોડક્ટસ ભારતના બજારોમાં છવાઈ રહી છે તેની સામે ભારતની એક પ્રોડક્ટ ચીનમાં ખાસી લોકપ્રિય થઈ છે અને તે છે બોલીવૂડની ફિલ્મો.

ચીનમાં બોલીવૂડ ફિલ્મોનો એક આગવો ચાહક વર્ગ ઉભો થયો છે.જેના પરિણામે 2018માં બોલીવૂડ ફિલ્મોએ ચીનમાં 1300 કરોડ રુપિયાનો બીઝનેસ કર્યો છે.બોલીવૂડ ફિલ્મોના વિષય વૈવિધ્યને જોતા ચીનમાં તેની લોકપ્રિયતામાં વધારો થઈ શકે છે.

2017માં આમીરખાનની દંગલ ચીનમાં રિલિઝ થઈ હતી.એ પહેલા પીકે પણ ચીનમાં દર્શાવાઈ હતી.બંને ફિલ્મો ચીનમાં સુપરહિટ સાબીત થઈ હતી.આમીરખાન આજે ચીનમાં ભારતનો સૌથી લોકપ્રિય એક્ટર છે.

જોકે એ પછી સંખ્યાબંધ ભારતીય ફિલ્મો ચીનમાં દર્શાવાઈ છે.આ માટે બોલીવૂડ ફિલ્મોને ચીનની મેંડેરિન ભાષામાં ડબ કરવામાં આવે છે.

2018માં ભારતની 10 બોલીવૂડ ફિલ્મ ચીનમાં રિલિઝ થઈ હતી.જેની સામે 2017માં માંત્ર એક ફિલ્મ રિલિઝ થઈ હતી.

1951માં સૌથી પહેલી બોલીવૂડ ફિલ્મ ચીનમાં રિલિઝ થઈ હતી અને તે રાજકપૂરે બનાવેલી આવારા ફિલ્મ હતી.જેના 58 વર્ષ બાદ રાજકુમાર હિરાનીની સુપરહિટ થ્રી ઈડિયટ્સ ચીનમાં દર્શાવાઈ હતી.જેણે ભારતીય ફિલ્મો માટે ચીનના દરવાજા ફરી ખોલી નાંખ્યા હતા.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JQoLiw

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages