એક ઉમેદવારે ઉમેદવારીપત્ર પાછું ખેંચી લેતા હવે 10 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

એક ઉમેદવારે ઉમેદવારીપત્ર પાછું ખેંચી લેતા હવે 10 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં


- આણંદની બેઠક માટે ૧૦ ઉમેદવારોનું નામાંકન થયું હતું:ચકાસણીમાં ૯ ફોર્મ રદ થયા હતા

આણંદ.તા, 8 એપ્રિલ 2019, સોમવાર


લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ તા.૪ એપ્રિલ, ૨૦૧૯ ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ હોઈ આણંદ લોકસભા બેઠક માટે કુલ ૨૦ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જે પૈકી તા.૫મી એપ્રિલ, ૨૦૧૯ને શુક્રવારના રોજ ફોર્મ ચકાસણી હાથ ધરાતા કુલ ૨૦ પૈકી ૧૧ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. જ્યારે આજે ઉમેદવારીપત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે એક ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચતા હવે ૧૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.

લોકસભાની ચૂંટણી અંતર્ગત આગામી તા.૨૩ એપ્રિલ, ૨૦૧૯ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે ગત તા.૨૮ માર્ચથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ હતી. ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ સુધીમાં આણંદ જિલ્લામાં કુલ ૨૦ ઉમેદવારોએ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. જે અંતર્ગત ગત શુક્રવારના રોજ ફોર્મ ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, ભાજપના મિતેષભાઈ પટેલ (બકાભાઈ), બસપાના રમેશભાઈ વણકર, અખિલ ભારતીય જનસંઘના આશિષભાઈ ભટ્ટ, રાઈટ ટુ રીકોલના સુનિલકુમાર ભટ્ટ, અપક્ષ ભરતભાઈ છોટાભાઈ સોલંકી, હિતેન્દ્રસિંહ પરમાર, કેયુરભાઈ પટેલ અને સંતોલકુમાર પટેલના ફોર્મ મંજુર કરાયા હતા. આમ, ડમી ઉમેદવારો મળી કુલ ૯ ફોર્મ રદ થતા ૧૧ ઉમેદવારીપત્રો મંજુર રાખવામાં આવ્યા હતા.

તા.૮ એપ્રિલ, ૨૦૧૯ ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ હોઈ આજે સ્થાનિક રાજકારણમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. ઉમેદવારીપત્ર પરત ખેંચવાની સમયમર્યાદા સુધીમાં ભરાયેલ ૧૧ ઉમેદવારી ફોર્મ પૈકીના રમેશભાઈ વણકરે પોતાની ઉમેદવારી પરત ખેંચતા હવે ચૂંટણી જંગમાં ૧૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 

આગામી તા.૨૩ એપ્રિલ, ૨૦૧૯ના રોજ આ ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાં સવારે ૭ઃ૦૦ વાગ્યાથી સાંજના ૬ઃ૦૦ કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WU6W3C

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages