IPLની મેચ દરમિયાન 'ચોકીદાર ચોર હૈ'ના નારાથી સ્ટેડિયમ ગૂંજ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

IPLની મેચ દરમિયાન 'ચોકીદાર ચોર હૈ'ના નારાથી સ્ટેડિયમ ગૂંજ્યું


નવી દિલ્હી, તા. 27 માર્ચ 2019, બુધવાર

જયપુર ખાતે કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સોમવારે રમાયેલી IPLની મેચનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્ટેડિયમમાં 'ચૌકીદાર ચોર હે'ના નારા લગાવવામાં આવી રહ્યાં છે.

છત્તીસગઢ કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર IPLનો એક વીડિયો  ટ્વીટ કરવામાં આવ્યો છે. જેમાં લોકો 'ચોકીદાર ચોર હૈ'ના નારા લગાવી રહ્યાં છે. વીડિયો સાથે જ મેસેજ પણ લખવામાં આવ્યો કે, જ્યારે IPL મેચ દરમિયાન 'ચોકીદાર ચોર હૈ'ના નારાથી સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું. મોદીજી, તમે જનતાને ભલે ગમે તેટલી ભ્રમિત કરો પરંતુ 'ચોકીદાર ચોર હૈ' તે હવે જનતાનો નારો બની ગયો છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JM1NsD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages