
નવી દિલ્હી, તા. 23 માર્ચ 2019, શનિવાર
આગામી લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી સિવાય અન્ય સીટ પરથી પણ લડે તેવી શક્યતા છે. સુત્રોનું માનીએ તો પાર્ટી તેમને કેરળના વાયનાડથી ચૂંટણી લડાવે તેવી શક્યતા છે. જો કે આ અંગે હજૂ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.
કેરળનીવાયનાડ સીટ UDFનો ગઢ ગણાવામાં આવે છે. મુસ્લિમ બહૂમતિ ધરાવતી આ સીટ પર હંમેશા કોંગ્રસ જ જીતે છે. દિવંગત કોંગ્રેસ નેતા એમ.આઇ.શાહનવાઝે 2009 અને 2014માં અહીંથી જીત મેળવી હતી, તેમના નિધન બાદ આ વખતે પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ સિદ્દીકીને આ સીટ આપવામાં આવી હતી.
કેરળ કોંગ્રેસનું કહેવું છે કે, દક્ષિણ ભારતમાં કોંગ્રેસના પક્ષમાં લોકજુવાળ બને તે માટે રાહુલ ગાંધીને કેરળથી લોકસભાની ચૂંટણી લડવાની અપીલ કરવામાં આવી છે. આ પ્રકારની કર્ણાટક પ્રદેશ કોંગ્રેસે પણ અપીલ કરી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CAEFr7
No comments:
Post a Comment