કોંગ્રેસની મનરેગાએ કરોડોને રોજગારી આપી, મોદીની નોટબંધીએ છીનવી લીધી : કોંગ્રેસ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

કોંગ્રેસની મનરેગાએ કરોડોને રોજગારી આપી, મોદીની નોટબંધીએ છીનવી લીધી : કોંગ્રેસ


મોદીએ નોટબંધી લાગુ કરી પૈસા લઇ લીધા, પરીણામે ફેક્ટરીઓ પણ બંધ થઇ ગઇ અને બેરોજગારી વધી 

નવી દિલ્હી, તા.26 માર્ચ, 2019, મંગળવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મનરેગા યોજના વિષે કોઇ જ જ્ઞાન નથી અને તેથી જ તેમણે આ યોજનાને બંધ કરી દીધી છે.

રાજસ્થાનના બુંદીમાં જન સંપર્ક રેલીને સંબોધતી વેળાએ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતાના ભાષણમાં કોંગ્રેસની દેન મનરેગા યોજનાની ટીકા કરી હતી,

 મોદીએ દાવો કર્યો હતો કે આ યોજના અતી ખરાબ છે અને તેનાથી કોઇને લાભ નથી મળ્યો. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મનરેગા યોજના વિશે કોઇ જ જ્ઞાાન નથી, આ યોજના શુ છે અને તેનો હેતુ શું છે તેના વિષે પણ મોદીને કોઇ જ જાણકારી નથી. જોકે આમ નાગરીકોને ખ્યાલ છે કે આ યોજના શું છે પણ મોદીને ખ્યાલ નથી. 

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મનરેગા યોજના ખાડા ખોદવા માટે લોંચ નહોતી કરાઇ, આ યોજનાથી દેશના કરોડો લોકોને રોજગારી મળી હતી.

મીણ વિસ્તારોની જનકા રોડ રસ્તા બનાવે છે, ડેમ બનાવે છે, તેમના આ કામો બદલ તેમને પૈસા પણ મળે છે અને જ્યારે તેમને આ પૈસા મળ્યા તે બાદ દેશમાં ફેક્ટરીઓની સંખ્યા પણ વધી કેમ કે મનરેગા હેઠળ પૈસા મળતા જનતાની ખરીદ શક્તિ પણ વધી અને તેને કારણે ફેક્ટરીઓનું સર્જન પણ વધ્યું.

આ ફેક્ટરીઓએ નોકરી ઉભી કરી હતી અને તેનાથી દેશનું અર્થતંત્ર સુધર્યું હતું પણ મોદીએ આ યોજનાને બંધ કરી દીધી છે કેમ કે તેમને આ યોજના વિશે કોઇ જ જ્ઞાન નથી. 

રાહુલે જણાવ્યું હતું કે મનરેગા યોજનાને બંધ કર્યા બાદ નરેન્દ્ર મોદીએ નોટબંધી લાગુ કરી, નોટબંધીથી મોદીએ લોકોના ઘરોમાં જે પણ પૈસા હતા તેને લઇ લીધા, ગામમાં પણ જે પૈસા હતા તેને લઇને બેંકોમાં નાખ્યા અને લોકો પાસે એક પણ રૂપિયો ન રહેવા દીધો.

પુરી સિસ્ટમમાંથી જ મોદીએ કેશ દુર કરી દીધા, જ્યારે લોકો પાસે પૈસા ન રહ્યા તેને કારણે ફેક્ટરીઓ બંધ થવા લાગી, બેરોજગારી વધી અને હજુ પણ આ બેરોજગારી વધતી જ જાય છે. કોંગ્રેસે મનરેગા યોજના હેઠળ જે વિકાસ કર્યો હતો તેના પર મોદીની નોટબંધીએ પાણી ફેરવી દીધુ તેવો આરોપ પણ રાહુલે લગાવ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TAPm2n

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages