૨૦૧૮માં ભારતમાંથી બ્રિટનના વિઝા મેળવનારાઓમાં સ્કીલ્ડ પ્રોફેશનલ અને વિદ્યાર્થીઓ મોખરે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

૨૦૧૮માં ભારતમાંથી બ્રિટનના વિઝા મેળવનારાઓમાં સ્કીલ્ડ પ્રોફેશનલ અને વિદ્યાર્થીઓ મોખરે


(પીટીઆઇ) લંડન, તા. ૨૮

૨૦૧૮માં ભારતમાંથી બ્રિટનના વિઝા મેળવનારાઓમાં  સૌથી વધુ સંખ્યા સ્કીલ્ડ પ્રોફેશનલ અને વિદ્યાર્થીઓની છે તેમ બ્રિટનના ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. 

બ્રિટનના ટાયર-૨ સ્કીલ્ડ વિઝા કેટેગરીમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય ડોક્ટરો અને સોફ્ટવેર એન્જિનિયરોનું પ્રભુત્ત્વ જોવા મળી રહ્યું છે. ૨૦૧૮માં આ કેટેગરીમાં જારી કરાયેલા વિઝામાં ડોક્ટરો અને સોફ્ટવેર એન્જિનિયરોની સંખ્યા ૫૪ ટકા હતી. 

બ્રિટનના ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ૨૦૧૭ની સરખામણીમાં ૨૦૧૮માં ૬ ટકા વધુ ભારતીયોેને  ટાયર-૨ વિઝા મળ્યા હતા. ૨૦૧૭ની સરખામણીમાં ૨૦૧૮માં ભારતીયોને ૩૦૨૩ વધુ વિઝા આપવામાં આવ્યા હતાં. 

૨૦૧૭ની સરખામણીમાં ૨૦૧૮માં ભારતીયો વિદ્યાર્થીઓને મળેલા સ્ટુડન્ટ વિઝામાં પણ ૩૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. ૨૦૧૮માં ૧૯,૫૦૫ ભારતીયોને બ્રિટનના સ્ટુન્ડ વિઝા મળ્યા હતાં. જો કે બીજી તરફ ચીનના ૯૯,૨૭૩ વિદ્યાર્થીઓને બ્રિટનના સ્ટુડન્ટ વિઝા મળ્યા હતાં. જો કે ચીનના વિદ્યાર્થીઓની સંખ્યામાં માત્ર ૧૩ ટકાનો વધાીરો થયો છે. 

ગયા વર્ષે ચીનના ૫૬,૦૯૫ લોકો ટુરિસ્ટ વિઝા પર બ્રિટન ગયા હતાં જે અગાઉના વર્ષ કરતા ૧૧ ટકા વધારે છે. ગયા વર્ષે ભારતના ૪૩,૭૭૧ લોકોને બ્રિટનના ટુરિસ્ટ વિઝા આપવામાં આવ્યા હતાં. જે અગાઉના વર્ષ કરતા ૧૦ ટકા વધારે છે. 




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UkHMKo

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages