ખુલ્લા પગે ચાલવાથી શરીરની આ સમસ્યાઓ થાય છે દૂર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

ખુલ્લા પગે ચાલવાથી શરીરની આ સમસ્યાઓ થાય છે દૂર


અમદાવાદ, 8 માર્ચ 2019, શુક્રવાર

સવારથી સાંજ સુધી જૂતા-ચપ્પલ પહેરવાથી પગમાં દુખાવો થઈ જતો હોય છે. આવા દુખાવાથી શરીરમાં પણ સમસ્યા થાય છે. જ્યારે ખુલ્લા પગે ચાલવાથી પગનો દુખાવો દૂર થાય છે અને અડીનો દુખાવો પણ ઘટી જાય છે. લીલા ઘાસ પર સવારના સમયે ખુલ્લા પગે ચાલવાથી શરીરને અનેક લાભ થાય છે. ખુલ્લા પગે ચાલવાથી પગના રોમછીદ્રો ખુલી જાય છે અને તેનાથી એક્યુપ્રેશરનું કામ પણ થાય છે. 

મોટી ઉંમરના લોકોને જ્યારે પગમાં સમસ્યા થાય ત્યારે તેમણે ખુલ્લા પગે ચાલવું જોઈએ. ખુલ્લા પગે ચાલવાથી એક્યુપંચર થાય છે અને પગમાં સોજો તેમજ દુખાવો દૂર થાય છે. જો સાંધાના દુખાવાની સમસ્યા હોય તો પણ ખુલ્લા પગે ચાલવું જોઈએ. તેનાથી રક્ત પરીભ્રમણ સારી રીતે થાય છે અને શરીર ચેપથી બચી જાય છે. શરીરમાં રક્તપરીભ્રમણ જેટલું સારું થાય છે તેટલી જ બીમારીઓ દૂર થાય છે. 

ખુલ્લા પગે ચાલવાથી સ્લિપ ડિસ્ફંક્શન તેમજ દુખાવા દૂર થાય છે. સૂતી વખતે શરીરના કોર્ટિસોલનું સ્તર ઘટવામાં પણ તેનાથી મદદ મળે છે અને ઊંઘ સારી આવી છે. ખુલ્લા પહે ધરતી પર ચાલવાથી પોઝિટિવ એનર્જી મળે છે અને માનસિક તાણ પણ દૂર થાય છે.  




from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XJUEMp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages