પાકવીમો પૂરતો નહીં ચૂકવાય તો ભણગોરનાં ખેડૂતો મતદાન નહીં કરે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

પાકવીમો પૂરતો નહીં ચૂકવાય તો ભણગોરનાં ખેડૂતો મતદાન નહીં કરે



લાલપુર,તા.29 માર્ચ 2019, શુક્રવાર

અછતગ્રસ્ત લાલપુર તાલુકામાં માત્ર ૧૬.૬૯ ટકા જ પાકવીમો મંજુર થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. એમાંયે ખાસ કરીને ભણગોર ગામનાં ખેડૂતોને છેલ્લા ત્રણ - ત્રણ વર્ષથી પાકવીમામાં અન્યાય થઈ રહ્યો છે. આથી, જો પૂરતો પાકવીમો નહીં ચૂકવાય તો એક પણ રાજકીય પક્ષને ગામમાં એન્ટ્રી નહીં અને આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનનો પણ બહિષ્કાર કરવાની ચીમકી સાથે ખેડુતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે.

જેમાં જણાવ્યા મૂજબ ભાણવડ, ખંભાળિયા, દેવ ભૂમિ દ્વારકા તાલુકામાં સરેરાશ ૫૮થી ૮૫ ટકા પાક વિમો મંજુર થયો છે. જયારે ભણગોરની નજીક જે.પી. દેવળીયા ગામમાં ૭૩ ટકા, કબરકા ગામમાં ૬૧ ટકા પાકવીમો અપાયો છે. જયારે ભણગોરમાં માત્ર ૧૬.૬૯ ટકા પાકવીમો અપાયો છે.

ચાલુ વર્ષના ભણગોર ગામમાં જે ક્રોપ કટીંગમાં જે સર્વે  બ્લોક નંબર લેવામાં આવ્યા તથા અગાના વર્ષના ક્રોપ કટીંગમાં જે સર્વે બ્લોક નંબર લેવામાં આવ્યા તો દર વર્ષે પીયત વાળી તથા ત્રણ મોસમ લઈ શકાઈ તેવી જમીન પસંદ કરવામાં આવી જેથી કરીને વીમો ના આપવો પડે તેમ છતાં પણ ચાલુ વર્ષનું ક્રોપ કટીંગ જોવામાં આવે તો લાલપુર તાલુકાને ૭૦% થી ૮૦% વીમો થવો જોઈએ જે મુજબ કાંઈ થયેલ નથી અને સરકારતથા વીમા કંપની દ્વારા ખેડૂતોની મજાક કરવામાં આવે છે.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UpaqNM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages