દીપિકાએ છપાક્નો ફર્સ્ટ લૂક રિલિઝ કર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

દીપિકાએ છપાક્નો ફર્સ્ટ લૂક રિલિઝ કર્યો


મુંબઇ તા.27 માર્ચ 2019, બુધવાર  

મોખરાની અભિનેત્રી દીપિકા પાદુકોણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની આગામી ફિલ્મ છપાક્નો ફર્સ્ટ લૂક રિલિઝ કર્યો હતો. આ લૂક જોયા પછી કંગના રનૌતની બહેન રંગોલીએ દીપિકાને બિરદાવી હતી.

ફિલ્મ સર્જક મેઘના ગુલઝાર એક સત્યઘટના પરથી આ ફિલ્મ બનાવી રહી છે. લક્ષ્મી અગ્રવાલ નામની યુવતી એના બૉયફ્રેન્ડ સાથે લિવ ઇન રિલેશનશીપમાં સાથે રહેતી હતી. બંને વચ્ચે અણબનાવ થયા બાદ લક્ષ્મી પર એસિડ એટેક થયો હતો. એના મૂળ ચહેરાને પાછો મેળવવા એના પર ચાર પાંચ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી.

દીપિકા લક્ષ્મીનો રોલ કરી રહી છે.  25 માર્ચે એટલે કે બે દિવસ પહેલાં આ ફિલ્મ ફ્લોર પર ગઇ હતી. 2020ના જાન્યુઆરીમાં આ ફિલ્મ રજૂ થવાની છે. અજય દેવગણની તાનાજી ફિલ્મ સાથે આ ફિલ્મ બોક્સ ઑફિસ પર ટકરાવાની છે. જોવાનું છે કે સત્યઘટના આધારિત આ ફિલ્મ તાનાજી જેવા ઐતિહાસિક પાત્ર સાથે કેવીક ટક્કર લે છે.

અગાઉ મેઘનાએ તલવાર અને રાઝી જેવી હિટ ફિલ્મો આપી હતી. દીપિકા તો છેલ્લાં પાંચ સાત વર્ષથી સતત હિટ ફિલ્મો આપે જ છે. એની સંજય લીલા ભણસાલી સાથેની છેલ્લી ત્રણે ફિલ્મો રામલીલા ગોલિયોં કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત સુપરહિટ નીવડી હતી. 

એ પહેલીવાર બિનગ્લેમરસ રોલ કરવાની છે. એનો ફર્સ્ટ લૂક એના ચાહકોને તો પસંદ પડયો છે. દર્શકોને એ કેટલી હદે રીઝવી શકે છે એે જોવાનું છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FCEKfW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages