દેશમાં નાણાં રોકતા પીઈ ફન્ડસનું રોકાણ માટે સૌથી વધુ પ્રાધાન્ય રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં જોવાયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

દેશમાં નાણાં રોકતા પીઈ ફન્ડસનું રોકાણ માટે સૌથી વધુ પ્રાધાન્ય રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં જોવાયું

મુંબઈ, તા. 30 માર્ચ, 2019 શનિવાર

૨૦૧૮માં ભારતના રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં ઘરેલું તથા વિદેશી બન્ને ખાતેના પ્રાઈવેટ ઈક્વિટી ેખેલાડીઓના રસમાં વધારો થયાનું જોવા મળ્યું હતું. પ્રાઈવેટ ઈક્વિટી ખેલાડીઓ દ્વારા સૌથી વધુ રોકાણ કમર્સિઅલ રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં કર્યું છે. 

પીઈ ફન્ડસ દ્વારા ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં કરાયેલા ૩૩.૧૦ અબજ ડોલરના કુલ રોકાણમાંથી    ૭.૨૦ અબજ ડોલર રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં કરાયું હતું. કુલ ૬૫ સોદાઓમાં આ રોકાણ થયું હતું. 

રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં થયેલા કુલ રોકાણમાંથી ૫૮ ટકા અથવા તો ૪.૧૨ અબજ ડોલરનું રોકાણ કમર્સિઅલ રિઅલ એસ્ટેટ સેગમેન્ટમાં થયું હતું. વિસ્તાર પ્રમાણે જોવા જઈએ તો પીઈ રોકાણકારો દેશના દક્ષિણ વિસ્તારની પ્રોપર્ટીઝને વધુ પ્રાધાન્ય આપી રહ્યાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે. દક્ષિણ વિસ્તારમાં ૩.૪૦ અબજ ડોલરનું રોકાણ  કરાયું છે, જે કુલ રોકાણના ૪૭ ટકા છે. ૩૯ ટકા સાથે પશ્ચિમ વિસ્તારનો ક્રમ આવે છે. 

પશ્ચિમમાં સૌથી વધુ મુંબઈમાં ૨.૪૫ અબજ ડોલરનું રોકાણ કરાયું છે. ૧.૬૨ અબજ ડોલર સાથે બેંગલુરુ બીજા ક્રમે આવે છે. વિદેશની કંપનીઓ અને પીઈ ફન્ડસે ભારતીય કંપનીઓમાં  નિયંત્રણકારી હિસ્સા મેળવવા ૨૦૧૮માં કુલ ૨૩.૪૫ અબજ ડોલરનું રોકાણ કર્યું હોવાનું જોવા મળ્યું છે. પીઈ ફન્ડસ પોતાની કંપનીમાં સન્માનજનક સ્થાન ભોગવે એમ  ભારતીય કંપનીઓના પ્રમોટરો ઈચ્છે છે. પીઈ ફન્ડસ માત્ર ફાઈનાન્સર બનીને રહે તેવું તે ઈચ્છતા નથી.

કંપનીઓની એસેટસ પર આવી રહેલી તાણને હળવી કરવામાં પીઈ ફર્મ્સની ભારતમાં મહત્વની ભૂમિકા રહી છે. પીઈ ફર્મ્સને  લાંબા ગાળાના રોકાણમાં વધુને વધુ રસ વધી રહ્યો છે જેને કારણે દેશમાં વિદેશી મૂડીનો પ્રવાહ વધી રહ્યો છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CNFWeC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages